Home /News /madhya-gujarat /

Food Poisoning: છોટાઉદેપુરમાં લગ્નમાં જમણવાર બાદ 100થી વધારે લોકોને ફૂટ પોઇઝનિંગ, હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

Food Poisoning: છોટાઉદેપુરમાં લગ્નમાં જમણવાર બાદ 100થી વધારે લોકોને ફૂટ પોઇઝનિંગ, હૉસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા

ફૂડ પોઇઝનિંગની અસર

Chhotaudepur Food Poisoning: છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં મહંમદ પઠાણ ઉર્ફે ગબુભાઈના ત્યાં કન્યાના લગ્ન હતા. આ માટે વડોદરાથી જાન આવી હતી.

    છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં એક લગ્ન પ્રસંગ (Marriage)માં જમણવાર બાદ 100થી વધારે લોકોને ફૂટ પોઇઝનિંગની અસર (Food Poisoning in marriage) થઈ છે. જમણવાર બાદ તમામ લોકોએ ઝાડા અને ઉલટીની ફરિયાદો કરી હતી. જે બાદમાં અફરાતરફરીને માહોલ સર્જાયો હતો. જેમને અસર થઈ હતી તે તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુરની જનરલ હૉસ્પિટલ (Civil hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હૉસ્પિટલ ખાતે બેડ ઓછા પડતા દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવી હતી.

    મળતી માહિતી પ્રમાણે છોટા ઉદેપુરના કસ્બા વિસ્તારમાં રવિવારે લગ્ન પ્રસંગના જમણવાર બાદ મહેમાનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જે બાદમાં તમામ લોકોને છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત સુધી હૉસ્પિટલમાં સારવાર લેનાર દર્દીઓની સંખ્યા 150 સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

    મળતી માહિતી પ્રમાણે અહીં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં વડોદરા ખાતેથી જાન આવી હતી. લગ્ન માટે બપોરના સમગ જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવાર પત્યાના ચાર પાંચ કલાક બાદ લોકોને ઝેરી અસર થવા લાગી હતી. લોકો ઝાડા અને ઉલટીની ફરિયાદ કરવા લાગ્યા હતા. જે બાદમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા બે લોકોને કાર ચાલકે કચડી નાખ્યા

    જોત જોતામાં સિવિલ ખાતે સ્ટાફ અને બેડ ઓછા પડ્યા હતા. આ મામલે અધિકારીઓને જાણ કરવામાં આવતા અન્ય હૉસ્પિટલોમાંથી સ્ટાફને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

    આ મામલે છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર યોગેશ પરમારે જણાવ્યુ હતુ કે, 150ની આસપાસ કેસ આવ્યા છે. તમામ મોટાભાગના લોકોને ઝાડા અને ઉલટીની અસર છે. અમુક લોકો ચક્કર આવવાની ફરિયાદ કરી રહ્યા છે. દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ ઓછો પડતા વધારાના સ્ટાફની વ્યવસ્થા કરી છે.

    આ પણ વાંચો: પતિએ પત્નીની ફિલ્મી ઢબે હત્યાની કરી કોશિશ કરી

    મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુરના કસ્બા વિસ્તારમાં મહંમદ પઠાણ ઉર્ફે ગબુભાઈના ત્યાં કન્યાના લગ્ન હતા. આ માટે વડોદરાથી જાન આવી હતી. એવી પણ માહિતી મળી છે કે જાનૈયાઓને પણ ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. આ લોકો જાન લઈને વડોદરા પહોંચી ગયા હતા, જ્યાં ખોરાકી ઝેરની અસર થઈ છે.

    છોટાઉદેપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે એક સાથે મોટી સંખ્યામાં દર્દીઓ આવી પહોંચતા અહીં બેડ ખૂટી પડ્યા હતા. હાજર સ્ટાફે દર્દીઓને જમીન પર સુવડાવીને તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chhotaudepur, Marriage, ખોરાક, હોસ્પિટલ

    આગામી સમાચાર