છોટાઉદેપુરઃ ગૌરીવ્રતના જવેરા નદીમાં પધરાવવા જતા વિદ્યાર્થી નદીમાં ડુબ્યો

News18 Gujarati
Updated: August 12, 2018, 12:13 AM IST
છોટાઉદેપુરઃ ગૌરીવ્રતના જવેરા નદીમાં પધરાવવા જતા વિદ્યાર્થી નદીમાં ડુબ્યો
પ્રતિકાત્મક તસવીર

નસવાડી તાલુકાના જામલી ગામમાં ગૌરીવ્રતના જવેરા પધરાવવા જતા 15 વર્ષીય વિદ્યાર્થીનો પગ લપસતા નદીમાં ડુબ્યો હતો.

  • Share this:
અલ્લારખ્ખા, છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં નદીમાં બાળક ડુબી જવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ કિશોરને શોધવાની કામગીરી હાથધરી હતી. જોકે, પાણીમાં ડુબી જવાથી બાળકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જામલી ગામ આવેલું છે. આ ગામ પાસેથી મેણ નદી પસાર થાય છે. ગૌરી વ્રતના જવારા પધરાવવા જતા 15 વર્ષીય વિદ્યાર્થીનો પગ લપસતા તે નદીમાં પડ્યો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી નદીના પાણીમાં ડુબવા લાગ્યો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તેની શોધખોળ હાથધરી હતી. જોકે, નદીના પાણીમાં ડુબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. સાથે સાથે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે જામલી પ્રાથમિક શાળામાં આ વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થીના મોતના પગલે જામલી ગામમાં મોજુ ફરી વળ્યું છે.

ભારે જહેમતે બહાર ફાયર બ્રિગેડના જવાનોએ આ વિદ્યાર્થીની લાશને બહાર કાઢી હતી. પોલીસે લાશનો કબજો લઇને પોસ્ટમોર્ટમ અર્થે નસવાડી સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સાથે પોલીસ આગળની કાર્યવાહી પણ હાથધરી હતી.
First published: August 12, 2018, 12:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading