આણંદ: ગરબા જોવા ગયેલા દલિતને ટોળાંએ ઢોર માર મારી ઉતાર્યો મોતને ઘાટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 2, 2017, 5:32 PM IST
આણંદ: ગરબા જોવા ગયેલા દલિતને ટોળાંએ ઢોર માર મારી ઉતાર્યો મોતને ઘાટ
બોરસદ તાલુકાના ભાદરણીયા ગામ સ્થિત વણકરવાસમાં રહેતા દલિત યુવક જયેશ ભાઈલાલભાઈ સોલંકીને ગરબા જોવાના મુદે આઠ જેટલા સવર્ણ યુવકોએ શનિવારની રાત્રે ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 2, 2017, 5:32 PM IST
આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. બોરસદ તાલુકાના ભાદરણીયા ગામ સ્થિત વણકરવાસમાં રહેતા દલિત યુવક જયેશ ભાઈલાલભાઈ સોલંકીને ગરબા જોવાના મુદે આઠ જેટલા સવર્ણ યુવકોએ શનિવારની રાત્રે ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે રવિવારે બપોરે ભાદરણ પોલીસે ધરપકડ કરેલા આઠેય આરોપી યુવકોને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી. આ સાતે તેમણે પોલીસ સ્ટેશનમાં હલ્લા બોલ કર્યો હતો.

મુછ પર તાવ દેવાની ઘટનામાં યુવક પર હુમલો-
ગાંધીનગર જિલ્લામાં મુછોને તાવ દેવાની ઘટનામાં દલિત યુવક પર થયેલા હુમલા જેવી આ ઘટના માનવામાં આવી રહી છે. જયેશના મૃત્યુની ઘટના વાયુવેગે ફેલાતા દલિત સમાજના લોકોનું મોટું ટોળું ભાદરણ પોલીસ સ્ટેશન પાસે એકઠું થઈ ગયું હતું અને ન્યાયની માંગ કરી હતી.

First published: October 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर