અમદાવાદમાં ફૂડ ડિલવરી કંપની પર પ્રતિબંધ, રેસ્ટોરન્ટ માલિકો સાથે વિવાદ વધ્યો

News18 Gujarati
Updated: January 11, 2019, 5:04 PM IST
અમદાવાદમાં ફૂડ ડિલવરી કંપની પર પ્રતિબંધ, રેસ્ટોરન્ટ માલિકો સાથે વિવાદ વધ્યો
News18 Gujarati
Updated: January 11, 2019, 5:04 PM IST
રેસ્ટોરન્ટ અને ઓનલાઇન ફૂડ ડિલવરી કંપની વચ્ચે વિવાધ હવે વધી ગયો છે. કમિશન સહિત વિવિધ પ્રશ્નોને લઈ શહેરના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સ્વિગિ પાસેથી ઓર્ડર લેવાનું બંધ કર્યું છે. જ્યારે ઉબેર ઈટ્સ અને ઝોમેટો સહિતની બીજી ઓનલાઈન ફૂડ ડિલવરી કંપની સાથે હાલ વાતચીત ચાલી રહી છે.

અહીં ક્લિક કરી વાંચો નોટબંધીમાં આ ગાયિકાએ નિવૃત્ત અધિકારીનું રૂ. 60 લાખનું કરી નાખ્યું, ધરપકડ

ગુરુવારની સાંજે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના પ્રતિનિધિઓની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં 5૦૦થી વધુ રેસ્ટોરન્ટ્સ, હોટેલ માલિકો-સંચાલકોની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ લોકોએ ઓનલાઇન ફૂડ કંપનીની દાદાગીરી સામે નહીં ઝુકવાનો નિર્ધાર કર્યો હતો. ઝોમેટો અને સ્વિગિના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં સ્વિગિએ પોતાની શરતે જ કમિશન લેવાની વાત સ્પષ્ટ કરી છે. જ્યારે ઝોમેટોએ સમય માગ્યો છે. તેથી આ બેઠકમાં જ સ્વિગિના ઓર્ડર નહીં લેવાનો એકમતે નિર્ધાર થયો હતો. જો કોઇએ વર્ષના કરાર કર્યા હોય અને સ્વિગિ લીગલ પ્રક્રિયા કરે તો પણ એસોસિયેશન જે-તે હોટેલ, રેસ્ટોરન્ટ્સ માલિકના પડખે રહેશે તેવી જાહેરાત પણ કરાઇ હતી.

આ બેઠકમાં ચર્ચા થઇ હતી કે એક સમયના હોટેલ કે રેસ્ટોરન્ટના ગ્રાહકો હવે ઓનલાઇન ફૂડ કંપનીના બની ગયા છે. તેથી ગ્રાહકોને પાછા હોટેલ કે રેસ્ટોરન્ટ સુધી લાવવા પણ મહેનત કરવી પડશે. આ કંપનીઓ દ્વારા મોટા પાયે ડેટા એકત્રિત કરાઈ રહ્યા છે અને તે પણ તેઓ વેચી રહ્યા હોવાની ચર્ચા થઇ હતી.

હાલ 40 ટકા ફૂડ કોસ્ટ આવે છે અને તેના પર ભાડું, માણસોને પગાર, ગેસ ખર્ચ, ઈલેક્ટ્રિસિટી ખર્ચ કાઢતા હવે 5થી 10 ટકાનો ગાળો રહી ગયો છે. 40 ટકા ફૂડ કોસ્ટ પર 20 ટકા કમિશન અને તેમાં બીજા ખર્ચ ઉમેરો તો ધંધો જ રહ્યો નહીં.
First published: January 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...