પાસપોર્ટ કે વિઝા વગર જુઓ દુનિયાની સાત અજાયબી, આણંદના નાપાડ ગામમાં

Haresh Suthar | News18
Updated: February 4, 2016, 11:39 AM IST
પાસપોર્ટ કે વિઝા વગર જુઓ દુનિયાની સાત અજાયબી, આણંદના નાપાડ ગામમાં
દુનિયામાં આવેલી સાત અજાયબીઓ જોવાની ઇચ્છા કોની ન હોય પરંતુ તે જોવા જવું હોય તો તે માટે પાસપોર્ટથી માંડીને વિઝા જોઇએ. પરંતુ હવે કદાચ એ આઠેય અજાયબીઓ જોવી હોય તો તમને આણંદ જિલ્લાના નાપાડ ગામમાં જોવા મળશે. આમ તો આ અજાયબીઓની પ્રતિકૃતિ છે પરંતુ તે જોઇને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.

દુનિયામાં આવેલી સાત અજાયબીઓ જોવાની ઇચ્છા કોની ન હોય પરંતુ તે જોવા જવું હોય તો તે માટે પાસપોર્ટથી માંડીને વિઝા જોઇએ. પરંતુ હવે કદાચ એ આઠેય અજાયબીઓ જોવી હોય તો તમને આણંદ જિલ્લાના નાપાડ ગામમાં જોવા મળશે. આમ તો આ અજાયબીઓની પ્રતિકૃતિ છે પરંતુ તે જોઇને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.

  • News18
  • Last Updated: February 4, 2016, 11:39 AM IST
  • Share this:
આણંદ # દુનિયામાં આવેલી સાત અજાયબીઓ જોવાની ઇચ્છા કોની ન હોય પરંતુ તે જોવા જવું હોય તો તે માટે પાસપોર્ટથી માંડીને વિઝા જોઇએ. પરંતુ હવે કદાચ એ આઠેય અજાયબીઓ જોવી હોય તો તમને આણંદ જિલ્લાના નાપાડ ગામમાં જોવા મળશે. આમ તો આ અજાયબીઓની પ્રતિકૃતિ છે પરંતુ તે જોઇને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.

આણંદ પાસે આવેલ નાપાડ તળપદ ગામમાં આવેલ N L પટેલ હાઇસ્કુલ, નાપાડ ગામમાં આવેલ આ સ્કુલનો બગીચો અન્ય સ્કૂલોના બગીચા કરતા અલગ છે, કારણકે આ બગીચામાં માત્ર ફૂલછોડ કે વૃક્ષો નથી પણ અહી મુકવામાં આવી છે દુનિયાની સાત અજાયબીની પ્રતિકૃતિ ,જી હા દુનિયાના અલગ અલગ દેશોમાં આવેલ અજાયબી આપને નાપાડ ગામની માધ્યમિક શાળાના બગીચામાં જોવા મળી શકે છે.

વિશ્વની આઠ અજાયબી ની પ્રતિકૃતિ ધરાવતા આ બગીચાને ગત 31-12-15 ના રોજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બગીચાની વિશેષતાની વાત કરવામાં આવે તો બગીચામાં પ્રવેશતા જ આઠેય અજાયબી સ્કુલથી કઈ દિશામાં છે અને નાપાડ સ્કુલથી અસલ અજાયબી સ્થળનું અંતર કેટલું છે તેનું અલગ પ્રકારનું દિશા સૂચક બોર્ડ મુકવામાં આવેલ છે.

નાપાડ તળપદ ગામ માં સમગ્ર ભારતમાં પ્રથમ વખત આ પ્રકારનો બગીચો બનાવવામાં આવતા ચરોતરના વિદ્યાર્થીઓને અભ્યાસની દ્રષ્ટીએ મહત્વનો હોવાનું શાળાના શિક્ષકો માની રહ્યા છે તો બીજી તરફ આણંદ ની જુદી જુદી શાળા ના વિદ્યાર્થીઓ શેક્ષણિક પ્રવાસ કરવા પણ અહી આવી રહ્યા છે .

દુનિયાની કઇ કઇ અજાયબીની પ્રતિકૃતિ 

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, ઈજીપ્તના પિરામીડ ,સિડનીનું ઓપેરા હાઉસ, આગ્રાનો તાજમહાલ, પેરીસનો અફિલ ટાવર, લનીંગ ટાવર ઓફ પીજા,બિગ બેનટરાકીટા આર્મી,

વિચાર કેવી રીતે આવ્યો?

ગુજરાતના ચરોતરના વતની અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા 35 વ્યકિતના ગ્રુપમાં એક મિત્રની પત્નીનું નાની ઉંમરમાં કેન્સરની બિમારીને કારણે મૃત્યુ થયું હતું. આ એનઆરઆઇ ગ્રુપે અકુબેનની યાદમાં વિશ્વમાં કયાંય ના હોય તેવો એક ઐતિહાસિક બગીચો બનાવવાનો સંકલ્પ કર્યો હતો.

સ્કૂલના આચાર્યએ સહકાર આપ્યો

નાપાડની હાઈસ્કૂલના આચાર્યની મુલાકાત આ ગ્રુપ સાથે લંડનમાં થઇ અને તેઓએ પોતાના સંકલ્પની વાત કરતાંની સાથે જ તેમણે તેને સાકાર કરવા માટેની બાંહેધરી આપી હતી. પછી માત્ર એક જ વર્ષના ટૂંકાગાળામાં નાપાડ સ્કુલમાં બગીચો બનાવી આ સપનું સાકાર કરવામાં આવ્યું છે.

30 લાખના ખર્ચે બન્યો બગીચો

આ બગીચામાં વિશ્વની આઠેય અજાયબીઓને એક જ સ્થળે મૂકવામાં આવી છે. આ તમામ અજાયબીઓ પથ્થરની કોતરણી કરીને ખાસ ઓરીસ્સાથી મંગાવવામાં આવી છે જેનો અંદાજીત ખર્ચ 30 લાખ કરતા વધારે થયો છે.
First published: February 4, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading