Home /News /madhya-gujarat /

આણંદ જીલ્લામાં કુટુંબ નિયોજન અંતર્ગત બે વર્ષમાં 22 હજાર લોકોએ નશબંધી કરાવી

આણંદ જીલ્લામાં કુટુંબ નિયોજન અંતર્ગત બે વર્ષમાં 22 હજાર લોકોએ નશબંધી કરાવી

    આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુટુંબ નિયોજન યોજના અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં ૨૨ હજાર જેટલા કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં પુરુષ નશબંધી માત્ર ૩૯ જ થવા પામી છે. જેના પગલે કુટુંબ નિયોજનનું લક્ષ્યાંક દર વર્ષે સરકાર દ્વારા આપવામાં આવે છે. તે આરોગ્ય વિભાગ પૂર્ણ કરી શકતું નથી.

    અમે બે અમારા બે, આ વાતને પરિણામમાં બદલવા માટે ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ ધ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જાગૃતિના ભરચક કાર્યક્રમો કરવા છતાં પણ માત્ર સ્ત્રીઓમાં જ જાગૃતિ આવી રહી છે છેલ્લા બે વર્ષના કુટુંબ નિયોજનના આંકડા પર નજર કરવામાં આવે તો

    વર્ષ ૨૦૧૬-૧૭માં...
    આણંદ જિલ્લાના ૮ તાલુકામાં કુલ ૧૧૩૦૫ મહિલાઓ ધ્વારા ઓપરેશન કરાવવામાં આવ્યા
    જ્યારે આણંદ જિલ્લાના ૮ તાલુકામાં કુલ ૧૪ પુરુષો ધ્વારા નશબંધી ના ઓપરેશન કરાવવામાં આવ્યા

    વર્ષ ૨૦૧૭ -૧૮
    આણંદ જિલ્લાના ૮ તાલુકામાં કુલ ૧૧૫૨૦ મહિલાઓ ધ્વારા ઓપરેશન કરાવવામાં આવ્યા
    જ્યારે આણંદ જિલ્લાના ૮ તાલુકામાં કુલ ૨૫ પુરુષો ધ્વારા નશબંધી ના ઓપરેશન કરાવવામાં આવ્યા

    ગ્રામ્ય કે શહેર વિસ્તારમાં લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર પ્રચાર-પ્રસાર કરવા છતાં પણ કુટુંબ નિયોજન અંગે હજુ લોકોમાં પૂરેપૂરી જાગૃતતા આવી નથી. ગત વર્ષે આણંદ તાલુકામાં સૌથી વધુ કુટુંબ નિયોજનના ઓપરેશન થયા હતા. જ્યારે સૌથી ઓછા સોજીત્રા તાલુકામાં થયા હતા. આ જ રેસિયો વર્ષ ૨૦૧૭-૧૮માં પણ જળવાઈ રહ્યો છે. વસ્તીની દૃષ્ટિએ આણંદ જિલ્લામાં સૌથી મોટો તાલુકો બોરસદ ગણાય છે. જેમાં ૬૫ ગામોનો સમાવેશ થાય છે પરંતુ લોકોમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ, શિક્ષણનો અભાવ જેવી બાબતોને કારણે સૌથી વધુ ગામડાઓનો તાલુકો હોવા છતાં પણ આણંદ તાલુકાના ગામો કરતાં પણ કુટુંબ નિયોજનના ઓપરેશન ઓછાં થયા છે. કુટુંબ નિયોજનની કામગીરીનો લક્ષ્યાંક પી.એચ.સી. સેન્ટરને સોંપવામાં આવે છે. જેઓ જે તે ગામના આશા વર્કરની મદદથી પોતાનો લ-યાંક પૂરો કરે છે. આરોગ્ય વિભાગ ધ્વારા પુરૂષોને નશબંધી નું ઓપરેશન કરાવનાર પુરૂષોને ૨૨૦૦ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવતા હોવા છરા અને આરોગ્ય વિભાગના ભરપૂર પ્રયાસો હાથ ધરવા છતાં પણ કુટુંબ નિયોજન યોજનામાં પુરુષો આગળ આવતા નથી.કઈ માન્યતા ને કારણે પુરુષો ઓપરેશન થી દૂર ભાગી રહ્યા છે સાંભળો.

    આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર બી પટેલે જણાવ્યું કે, પુરુષ નશબંધીનું ઓપરેશન સીધું અને સરળ છે, પુરૂષોને નપુશક થવાની માન્યતા હોય છે, પુસુષ નશબંધી કરાવ્યા બાદ ચાર વીકમાં તંદુરસ્ત થઈ જાય છે, સેક્સ બાબતમાં કોઈ સમશ્યા નડતી નથી, પુરુષો આગળ આવે તે માટે આરોગ્ય વિભાગ ધ્વારા કાર્યક્રમો પણ કરવામાં આવે છે, અને આર્થિક રીતે પુરુષોને ફાયદો પણ થસે.

    તાલુકા હેલ્થ ઓફિસર સિરાજ વહોરાએ જણાવ્યું કે, મહિલાઓનું પ્રમાણ કુટુંબ નિયોજનમાં સૌથી વધુ જોવા મળ્યું છે. સામાન્ય રીતે પુરુષોને એક ગ્રંથિ હોય છે કે, નસબંધીથી નપુષંકતા આવતી હોય છે પણ આ માન્યતા ખોટી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Two-years, Under

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन