આણંદઃ ઉમરેઠના 32 વર્ષીય પટેલ યુવકનું આફ્રિકામાં અકસ્માતમાં મોત

News18 Gujarati
Updated: January 18, 2018, 9:53 AM IST
આણંદઃ ઉમરેઠના 32 વર્ષીય પટેલ યુવકનું આફ્રિકામાં અકસ્માતમાં મોત
નોકરી પરથી પરત ફરતી વખતે કારની ટક્કરથી મોત

નિલકંઠના મોત બાદ તેની પત્ની અને આઠ મહિનાનું સંતાન નોધારા બન્યાં છે.

  • Share this:
આણંદઃ તાલુકના ઉમરેઠના 32 વર્ષીય યુવકનું આફ્રિકામાં અકસ્માતમાં મોત થયું છે. યુવક નોકરી પરથી પરત આવી રહ્યો હતો ત્યારે એક કારે તેના બાઈકને ટક્કર મારી હતી. ટક્કર વાગતા તે ફંગોળાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આફ્રિકાના દારેસલામમાં આ ઘટના બની હતી. અંતિમસંસ્કાર સહિતની વિધિ માટે યુવકનો મૃતદેહ આફ્રિકાથી તેના વતન ઉમરેઠ લાવવામાં આવશે.

32 વર્ષીય નિલકંઠ પટેલ તેની પત્ની સાથે છેલ્લા છ વર્ષથી આફ્રિકામાં રહેતો હતો. આફ્રિકાના દારેસલામની એક ફાર્મસી કંપનીમાં યુવક નોકરી કરી રહ્યો હતો. દરરોજ ઘરેથી ઓફિસ જવા માટે તે બાઈકનો ઉપયોગ કરતો હતો. 15મી જાન્યુઆરીના રોજ તે જ્યારે નોકરી પરથી સાંજે પરત ફરી રહ્યો હતો ત્યારે પુગુ હાઈવે પર એક કારે તેના બાઈકને અડફેટે લીધી હતી. ટક્કર બાદ તે રસ્તા પર પટકાયો હતો અને કાર તેના શરીર પર ફરી વળી હતી.

મળતી માહિતી પ્રમાણે નિલકંઠ સાથે તેનો ભાઈ અને બે બહેનો પણ આફ્રિકામાં જ સ્થાયી થયા છે. અકસ્માત બાદ તમામ વિધિ પુરી કર્યા બાદ નિલકંઠના મૃતદેહને ઉમરેઠ લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નિલકંઠના મોત બાદ તેની પત્ની અને આઠ મહિનાનું સંતાન નોધારા બન્યાં છે. ઉમરેઠ ખાતે રહેતા તેના પરિવાર પર પણ આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

First published: January 18, 2018, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading