વિદેશોમાં વસતા ભારતીયો સુરક્ષિત ન હોય એવા કિસ્સાઓ છાસવારે બનતા રહે છે. અમેરિકા હાય કે આફ્રિકા ભારતીયો ઉપર હુમલા થવાના કિસ્સાઓ બનતા રહે છે. જેમાં ભારતીયોની હત્યા પણ કરવામાં આવે છે.
જોક, આફ્રિકના મલાવીમાં બે ગુજરાતી યુવકો ડુબી જવાના કારણે મોતને ભેટ્યા હોવાની ઘટના બની છે. બે ગુજરાતી યુવકોના મોતના સમાચાર મળતા જ ગુજરાતમાં રહેલા બંને યુવકોના પરિવારમાં શોકની લાગણી છવાઇ હતી.
મળતી માહિતી પ્રમાણે મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ અને કપડવંજના બે ગુજરાતી યુવકો આફ્રિકાન દેશમાં આવેલા મલાવીમાં આવેલી નંત્યા બેના લેકમાં ડૂબ્યા હતા. જેના પગેલ બંને યુવકો મોતને ભેટ્યાં હતા. પરિવારને આ અંગે જાણ થતાં આણંદ અને કપડવંજમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે લેકમાં ડૂબીને મોતને ભેટેલા બે યુવકોમાંથી એક યુવકનું નામ અંશુ પટેલ છે. વધુ મળતી માહિતી પ્રમાણે અંશુ પટેલ 25 દિવસ પહેલા જ આફ્રિકા ગયો હતો. જોકે, હવે તેના મોતથી વતનમાં માતમ છવાયો છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર