Home /News /madhya-gujarat /

Khambhat: ખંભાતમાં જુથ અથડામણ મામલે કાર્યવાહી, તોફાની ટોળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

Khambhat: ખંભાતમાં જુથ અથડામણ મામલે કાર્યવાહી, તોફાની ટોળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

રેન્જ IG વી. ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, આજ સવારથી જ પોલીસે આખા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

રેન્જ IG વી. ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, આજ સવારથી જ પોલીસે આખા વિસ્તારમાં કંટ્રોલ કરી લીધો છે અને સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સાથે જ ખંભાતમાં શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. ગઇ કાલની ઘટના બાદ બે એઇઆઇઆ નોંધવામાં આવી છે. જેમાથી એક એફઆઇઆર અંતર્ગત નવ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    ગઇકાલે રામનવમીના પાવનપર્વે ખંભાતના આણંદ (Anand)ના શક્કરપુરા (shakkarpura)માં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેના પગલે ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી, જેને પગલે પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB, SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે. અહીં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક આધેડનું મૃત્યુ થયું હતું. જેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યાં જ આ દરમિયાન પરિસ્થિતિ બેકાબૂ ન થાય તે માટે પોલીસે પણ સઘન સુરક્ષા ગોઠવી હતી અને ગઇકાલે થયેલ જુથ અથડામણ બાદ પોલીસે શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ મામલે આજે પથ્થરમારાની ઘટનાની વિગતવાર જાણકારી રેન્જ IG વી. ચંદ્રશેખરે આપી હતી.

    રેન્જ IG વી. ચંદ્રશેખરે જાણકારી આપતા કહ્યુ હતું કે, શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન જે પથ્થરમારાની ઘટના બની હતી. તેને લઇ પોલીસ ફોર્શ એક્શનમાં છે અને શાંતિનો ડોળવાનો પ્રયાસ કરનાર આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે ત્યાં જ આજે સવારે પથ્થરમારાની ઘટનામાં મોતને ભેટેલા આધેડની અંતિમયાત્રામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે આ દરમિયાન લોકો પણ શાંત દેખાઇ રહ્યા હતા અને તેમણે પોલીસને સહકારર પણ આપ્યો છે.

    રેન્જ IG વી. ચંદ્રશેખરે વધુમાં કહ્યું કે, આજ સવારથી જ પોલીસે આખા વિસ્તારમાં કંટ્રોલ કરી લીધો છે અને સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સાથે જ ખંભાતમાં શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. ગઇ કાલની ઘટના બાદ બે એઇઆઇઆ નોંધવામાં આવી છે. જેમાથી એક એફઆઇઆર અંતર્ગત નવ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે. ડિટેઇન કરવામાં આવેલા તમામ નવ લોકો સ્થાનિક છે.  ત્યાં જ બીજી ફરિયાદ 100 લોકોના ટોળા સામે દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં કોઇ કાવતરૂં છે કે નહીં તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.



    ઉલ્લેખનિય છે કે, રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના કારણે શોભાયાત્રામાં ભગદડ મચી જવા પામી હતી. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7 થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી હતી. આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી હોવાથી પોલીસનો કાફલો વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે અને સતત પટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો- પથ્થરમારા બાદ પોલીસ કાફલો ખડકાયો : હિંમતનગરમાં 600 લોકોના ટોળા સામે ગુનો દાખલ, ખંભાતમાં ત્રણ મૌલવી સહિત આઠની અટકાયત

    આણંદના ખંભાતમાં સક્કરપુરા વિસ્તારમાં પથ્થરમારો થતા કોમી વાતાવરણ ડોહડાયું છે. જોકે પોલીસે પણ કડકાઈથી કામગીરી હાથ ધરી છે. આ બનાવની અસર જિલ્લામાં અન્ય ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને તકેદારીની સૂચના અને તાકીદ કરવામાં આવી છે. સાથે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘાણી પણ આ મામલે બેઠકો કરી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Anand News, Gujarat police, Khambhat, આણંદ, ખંભાત

    આગામી સમાચાર