મલેશિયામાં ત્રણ ગુજરાતી યુવાનને બંધક બનાવવાનો મામલો સામે આવ્યો છે. ત્રણ યુવાનોને કોઈ કારમાં બંધક બંનાવી, મારવાની ધમકી આપવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જીલ્લાના બોરસદના પપળી ગામના ત્રણ યુવાનો એક વર્ષ પહેલા રોજગારી માટે મલેશિયા ગયા હતા, જેમને મલેશિયામાં એજન્ટ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હોવાનો વીડિયો યુવાનો દ્વારા પરિવારને મળતા ત્રણે યુવાનના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે, કેમ કરીને પોતાના પુત્રોને ભારત પાછા લાવવા તેના માટે મથામણ કરી રહ્યા છે.
યુવાનો દ્વારા જે વીડિયો મોકલવામાં આવ્યો છે તેમાં યુવાનો કહી રહ્યા છે કે, અમને ત્રણ જણને એજન્ટ દ્વારા બે-ત્રણ કલાકથી ગાડીમાં બંધક બનાવ્યા છે, તેઓ ગાડીમાં અમને આમ તેમ ફેરવ્યા કરે છે. અમને ત્રણ મહિનાથી પગાર પણ નથી આપવામાં આવ્યો, અમારે ભારત આવવું છે.
આ મુદ્દે વિસ્તૃત માહિતી આપતા બંધક બનાવાયેલા એક યુવાનના ભાઈ કેતૂલ પટેલે જણાવ્યું કે, એક વર્ષ પહેલા એજન્ટ દ્વારા અમારો ભાઈ મલેશિયા ગયા હતો, 6-7 મહિના તો બધુ બરોબર ચાલ્યું. ભાઈ મલેશિયામાં હોટલમાં નોકરી કરતો હતો, પરંતુ બે-ત્રણ મહિનાથી તેમને પગાર આપવામાં ના આવતા તેમણે ભારત પાછા જવાનું એજન્ટને કહ્યું, તો એજન્ટે તેમને ગાડીમાં બંધક બનાવ્યા છે.
તેમણે કહ્યું કે, મારા ભાઈની સાથે અન્ય બે યુવાનો પણ છે. આ ત્રણે યુવાનોના નામ હિમાંશુ પટેલ, સુનિલ પટેલ અને પિયુષ પટેલ છે. હાલમાં યુવાનોના પરિવાર પોતાના પુત્રોને પાછા લાવવા માટે એમપી પાસે મદદ માટે પહોંચ્યા છે, એમપી દ્વારા પરિવારજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, તેઓ હાઈ કમિશનમાં જાણ કરી યુવાનોને પાછા લાવવા મદદ કરશે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર