આણંદ : અનોખો Bloodman, કોરોનાકાળમાં 200 દર્દીઓને પહોંચાડ્યું રકત, રેકોર્ડ જાણી ગર્વ થશે

આણંદ : અનોખો Bloodman, કોરોનાકાળમાં 200 દર્દીઓને પહોંચાડ્યું રકત, રેકોર્ડ જાણી ગર્વ થશે
કોરોના મહામારીમાં દર્દીના પરિવારજનોને જ્યારે બ્લડ બેંકમાંથી નિરાશા હાથ લાગે ત્યારે બ્લડમેન જય પાનશેરિયા જ આવે છે વ્હારે

કોરોના મહામારીમાં દર્દીના પરિવારજનોને જ્યારે બ્લડ બેંકમાંથી નિરાશા હાથ લાગે ત્યારે બ્લડમેન જય પાનશેરિયા જ આવે છે વ્હારે

 • Share this:
  પંકજ શર્મા, અમદાવાદ : દેશમાં મોટી સંખ્યામાં બ્લડ (BLOOD) બેન્ક હોવા છતાં દેશમાં દર વર્ષે 25 ટકા જરૂરિયાતમંદ લોકો સુધી બ્લડ ન પહોંચવાના કારણે તેઓ મોતને ભેટે છે. ત્યારે આણંદમાં જય પાનશેરિયા નામના યુવકે ચલાવ્યુ છે આવા દર્દીઓ અને તેમના પરિવારને મદદ કરવાનું અભિયાન. જિલ્લાના કોઈ પણ સ્થળે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર કરાવતો હોય અને ડોક્ટર દ્વારા એવુ કહેવામાં આવે કે દર્દીને લોહીની જરુરિયાત છે ત્યારે સૌથી પહેલા પરિવારજનો માટે લોહી ગમે તે ભોગે એકત્ર કરવુ તે પ્રાથમિકતા હોય છે.સૌથી પહેલા પરિવારજનો બ્લડ બેંકમાં લોહી લેવા જાય છે પણ ત્યાં મોટે ભાગે એવુ જોવા મળ્યુ છે કે આણંદની બ્લડ બેંકમાં સામે લોહી આપે તો જ બદલામાં લોહી અપાય છે.

  સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ બ્લડ ગ્રુપવાળા દર્દીને પહોંચાડે છે મદદ  જય પાનશેરિયા જણાવે છે કે કોઈને B પોઝિટીવ , O પોઝિટીવ અથવા AB પોઝિટીવ સહિત અલગ અલગ જરુરિયાતવાળા દર્દી હોય ત્યારે અમે દરેક બ્લડ ગ્રુપ પ્રમાણે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે.આ વોટ્સઅપ ગ્રુપમાં જે-તે બ્લડ ગ્રુપના લોકોને એડ કરવામાં આવેલા છે. (Blood donors Group)જેઓ જ્યારે જરુર પડે ત્યારે બ્લડ આપવા માટે તૈયાર રહે છે. ડોક્ટરના સર્ટિફિકેટના આધારે અમે જે-તે ગ્રુપમાં બ્લડ ડોનરને જાણ કરીએ છીએ. તેમાંથી જે વ્યક્તિ ફ્રી હોય તે પોતાનું બ્લડ આપવા માટે બ્લડ બેંકમાં જાય છે.આ એટલા માટે કરવુ પડે છે કારણ કે આણંદ ઈન્ડિયન રેડ ક્રોસની બ્લડ બેંકમાંથી બ્લડ યુનિટ લેવુ હોય તો સામે બ્લડ આપવુ પડે છે.

  મોટે ભાગે જે બ્લડ ગ્રુપ જોઈતુ હોય તે જ બ્લડ સામે ડોનેટ કરવું પડે છે.એટલે દર્દીના પરિવારજન પાસે ઘણીવાર સમય ન હોય અથવા બ્લડ ગ્રુપ મેચ ન થઈ શકે તેમ હોય ત્યારે તેને બ્લડ બેંકમાંથી નિરાશા હાથ લાગે છે..તે બ્લડ માટે ફાફા મારતો રહે છે..અમે એવા લોકોને બને તેટલી ઝડપથી બ્લડ યુનિટ મળે તેવા પ્રયાસ કરીએ છીએ.એવા સંજોગોમાં અમે અમારા ગ્રુપના બ્લડ ડોનેટ કરતા સભ્યને બ્લડ બેંકમાં મોકલી બ્લડ ડોનેશન કરાવીએ છીએ..જેથી બ્લડ બેંકની એ જરુરિયાત પૂરી થાય છે.અને દર્દીને જે બ્લડ યુનિટ માંગ્યુ હોય તે દોઢ કલાકના સમયગાળામાં મળી જાય છે.

  અમે પીપલ ટુ પીપલ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે જોડવાનુ કામ કરીએ છીએ.અમે જે દર્દીને બ્લડ ડોનેટ કરી મદદ કરીએ છીએ તેમના પરિવાર કે સગાવ્હાલાઓને પણ બ્લડ ડોનેટ કરવા અપીલ કરીએ છીએ..જેથી ભવિષ્યમાં બીજા કોઈને મદદ કરવી હોય તો અમે આ સભ્યોની પણ મદદ લઈ શકીએ છીએ.

  લોકોના સહયોગથી બન્યો બ્લડમેન, હજુ વધુ લોકોને આ સેવામાં જોડવા છે 

  ગત વર્ષે આણંદ ડેન્ગ્યુના કેસો વધ્યા હતા ત્યારે અમારી પાસે બ્લડ યુનિટની માંગ ખૂબ આવતી..એકવાર વડોદરાથી મને ફોન આવ્યો હતો..જેમનુ A નેગેટીવ બ્લડ ગ્રુપ હતુ..તેમને પ્લેટલેટ્સ આપવાના હતા. ત્યારે મેં અમારા ગ્રુપના જૈનમભાઈને રાત્રે 3.30 કલાકે ફોન કરીને તત્કાલ બ્લડ ડોનેટ કરાવી પ્લેટલેટ્સની જરુરિયાત પુરૂ કરી આપી હતી.ભાદરણમાં એક મહિલાના પુત્રને ડેન્ગ્યુ હતુ.

  આ પણ વાંચો :   કચ્છ : રાપરમાં જૂથ અથડામણ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો, રેતીચોરોએ ખેલ્યો ખૂની ખેલ

  તેમનુ બ્લડ ગ્રુપ B નેગેટીવ હતુ. તેમને રાત્રે દોઢ વાગ્યે જરુર પડી હતી..તેમણે મારો સંપર્ક કર્યો હતો. જેથી મેં મારા આણંદના ઈસ્માઈલનગરના મિત્ર હનીફભાઈને બોલાવ્યો અને કરમસદ મેડિકલ હોસ્પિટલ પહોંચાડી એમના પ્લેટલેટ્સ લીધા હતા.એકવાર તો અમે રાત્રે 8 થી વહેલી પરોઢ 4 વાગ્યા સુધી બ્લડ ડોનેશનનું કામ કરી ચાર-પાંચ દર્દીને લોહીની જરુરિયાત પૂરી કરી આપી હતી. કદાચ એટલે પણ લોકો હવે મને બ્લડ મેન તરીકે ઓળખે છે. આ માટે લોકોનો મને ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે.જે તમામનો હું આભારી છું.આણંદના અસંખ્ય લોકોને જીવન પ્રદાન કરવામાં મારી ટીમે પ્રભાવશાળી કામ કરી બતાવ્યુ છે..

  કોરોના મહામારીમાં 200થી વધુ લોકોને બ્લડ પહોંચાડી કરી મદદ

  જય પાનશેરિયા જણાવે છે કે લોકડાઉન આવ્યુ અને કોરોના મહામારી આવી ત્યારે આણંદના લોકોના મનમાં એક ડર હતો કે હોસ્પિટલમાં ન જવાય.ત્યાં સંક્રમણ ફેલાવવાનું ભય રહે.આવા વિચારને કારણે હું બ્લડ ડોનરને ખૂબ સમજાવતો. કારણ કે હું ખુદ એ સમયે બ્લડ આપવા કરમસદ મેડિકલમાં જતો અને હું મારા મિત્રોને કહેતો કે હું હાલ જ બ્લડ ડોનેટ કરીને આવ્યો છું.કોઈ ચિંતા ન કરશો. નિઃસંકોચ જાઓ અને બ્લડ આપી આવો..ઉપરાંત કોરોના કાળમાં અમારી પાસે બ્લડની માંગ માટે દર્દીના પરિવારજનોના ફોન આવે ત્યારે અમે તેમના સગા અને પરિવારને બ્લડ ડોનેટ માટે તૈયાર કરતા જેથી એક દર્દીને ત્રણ યુનિટ બ્લડની જરુર હોય ત્યારે અમે બે યુનિટ આપીએ અને એક યુનિટ એમના સગા કે પરિવારજન પાસેથી બ્લડ ડોનેટ કરાવીએ.

  અત્યારસુધીમાં આ અભિયાન હેઠળે કુલ 1,000 દર્દીઓ માટે કરાવ્યું છે રક્ત દાન આ યુવક સૌના માટે પ્રેરણાનું બિંદુ છે.


  આ પણ વાંચો :  સુરત : કાપડનો ધંધો Coronaમાં ચોપટ થતા વેપારીએ કર્યો આપઘાત, કારખાનામાં જ જિંદગી ટૂંકાવી

  કોરોનાની કપરી સ્થિતિમાં અમે 200થી વધુ લોકોને બ્લડ યુનિટ અને પ્લેટલેટ્સની મદદ પહોચાડી છે.અમે આગામી સમયમાં લોકોને હજુ વધુ અપીલ કરવાના છીએ કે તેઓ બ્લડ ડોનેટ કરવા માટે અમારા ગ્રુપ સાથે જોડાય.કારણ કે લોકોની ભાગીદારી વિના આ સેવા શક્ય નથી. એટલે કે જો A પોઝિટીવ લોહીના એક યુનિટની જરુર હોય તો સામે A પોઝિટીવ રક્તદાન આપવુ પડે છે..આવા સંજોગોમાં દર્દીને તત્કાલ લોહીની જરૂરિયાત હોય ત્યારે કોઈ મિત્ર, પરિવારજન કે સગાનો જ સંપર્ક કરી લોહી માટે મદદ માંગવી પડે છે..એમાં પણ જો નિરાશા મળે તો શું કરવુ.આવી સ્થિતિમાં દર્દીના પરિવારજન હોસ્પિટલ કરતા લોહીની દોડાદોડીમાં જ ખોવાયેલો રહે છે.આણંદના જય પાનશેરિયા આવા તકલીફમાં મુકાયેલા લોકોની મદદે આવે છે.બ્લડમેન નામથી ઓળખાતા જય પાનશેરિયાએ અત્યાર સુધીમાં 1000 જેટલા લોકોને લોહી પુરુ પાડ્યુ છે..અને જીવમાં જીવ પૂર્યો છે.

  આ પણ વાંચો :  સુરત : યુવકને રાહચાલતી મહિલાની છેડતી કરવી ભારે પડી, રણચંડીએ ચખાડ્યો 'મેથીપાક'

  જય પાનસૂરિયાએ જણાવ્યુ હતુ કે વર્ષ 2016માં સેવાનું આ કામ કરવાનું નક્કી કર્યુ હતુ.આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે..કોલેજકાળ દરમિયાન મિત્રો સમય પસાર કરતા હતા ત્યારે વિચાર આવ્યો કે આપણે સેવાનું કામ કઈ રીતે અને શું કરી શકીએ?? ત્યારે અમે વિચાર્યુ કે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર મેળવતા દર્દીને ઘણીવાર લોહીની જરુર પડે છે.અને લોહી મેળવવા પરિવારજનોને ખૂબ હાલાકી પડે છે..અને ન મળવાથી ઘણા દર્દીઓનું મોત થઈ જાય છે.તો આ સેવા શરુ કરવાનું અમે નક્કી કર્યુ.શરુઆતમાં અમે ત્રણ મિત્રોએ આ સેવા કરવાનું શરુ કર્યુ અને અત્યારે એક હજારથી વધુ લોકો અમારી આ સેવામાં જોડાઈને લોકોને મદદ કરી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published:September 27, 2020, 16:02 pm