Home /News /madhya-gujarat /

આણંદમાં ખુલ્યો ખુશીઓનો મોલ ગરીબ બાળકોએ મન મૂકી કરી ખરીદી

આણંદમાં ખુલ્યો ખુશીઓનો મોલ ગરીબ બાળકોએ મન મૂકી કરી ખરીદી

વિદ્યાનગર

વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અર્થ મેગા મોલ નામના એક કાર્યક્રમનું આયોજન કરે છે જેના અંતર્ગત સાધન સંપન્ન શાળાઓમાંથી ?

વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અર્થ મેગા મોલ નામના એક કાર્યક્રમનું આયોજન કરે છે જેના અંતર્ગત સાધન સંપન્ન શાળાઓમાંથી ?

  આણંદ: વિદ્યાનગર સ્થિત વોલેન્ટરી નેચર કર્ન્ઝવન્સી (vnc)દ્વારા 2017 થી અર્થ મેગા મોલનું આયોજન કરવામાં આવે છે.અર્થ મેગા મોલમાં માત્ર સ્કૂલમાં ભણતા બાળકોને જ આમંત્રણ હોય છે.આ વર્ષે મારૂતિ સોલારીસ બિલ્ડિંગ ખાતે યોજાયેલા અર્થ મેગામોલમાં જુદા જુદા કાઉન્ટર ઉભા કરીને ખરીદી માટે અલગ અલગ વસ્તુઓ મુકવામાં આવી હતી. જેની ખરીદી માટે બાળકોને નિશ્ચિત "સ્માઇલી પોઇન્ટ" આપવામાં આવ્યા હતા.જે થકી બાળકોએ પોતાના માટે તેમજ પોતાના ઘર પરિવારજનો તેમજ ભાઈ ભાંડું અને બહેન માટે ખરીદી કરી ખુશીઓના થેલા ભર્યા હતા.

  આ અંગે આણંદમાં વોલેન્ટરી નેચર કર્ન્ઝવન્સી ના કો.ઓર્ડિનેટર મેહુલ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોના કાળમાં આયોજન કરી શકયા નહોતા.આ અયોજન સંપન્ન પરિવાર અને વ્યક્તિઓ પાસે બિનઉપયોગી પડી રહેલ વસ્તુઓને ઉપયોગી બનાવી તેની છટણી કરી જરૂરિયાતમંદ ગરીબ બાળકો અને પરિવારમાં વસ્તુઓ પહોંચે.વળી બાળકોને આ વસ્તુઓ મફતમાં ન મળે તેમને પણ ઘર પરિવાર માટે કાંઈક ખરીદીનો આનંદ તેમજ અનુભવ મળે તેવા શુભ હેતુથી કરાય છે.ચાલુ વર્ષે 7000 જેટલી વસ્તુઓ મુકવામાં આવી હતી.પ્રત્યેક બાળકને 2000 જેટલા સ્માઇલી પોઇન્ટ આપવામાં આવ્યા હતા જે દ્વારા તે મોલ માંથી જોઈતી વસ્તુઓ ખરીદી શકે.બાળકોએ જે સ્માઇલી કુપન મન મુકીને વાપરી હતી.બાળકો અને સંસ્થાએ પરસ્પર ખુશીઓ વહેંચી અને આનંદ ગજવે ભર્યો હતો.

  આ અંગે સંસ્થાના સભ્ય જીજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ એક ચોક્કસ નક્કી કરેલ પ્રક્રિયા મુજબ આયોજિત કરાય છે.સંસ્થા દાતાઓ ,શાળાઓ અને સંસ્થાના સ્વંયસેવકોનો ખુબ સહયોગ મળી રહે છે.ગરીબ વસ્તી વાળી શાળાઓને પસંદ કરી તેઓને આમંત્રિત કરીએ છીએ.ચાલુ વર્ષે 1000 થી વધુ બાળકોએ અહીં ખરીદીનો લાભ લીધો હતો.કેટલાક બાળકો સાથે વાત કરતા જણાયુ હતું કે બાળકોએ પોતાના તથા પરિવાજનો માટે ખૂબ ખરીદી કરી હતી.અહીં બાળકોને મફત મળે છે તેવું નથી લાગતું વળી હંમેશા ઘરપરિવાર ના સભ્યો બાળકો માટે ખરીદી કરતા હોય છે.જ્યારે અમારા દ્વારા થયેલ આયોજન થકી બાળક જ ઘરપરિવાર માટે ખરીદી કરી લાવ્યોનો આનંદ બાળક અને પરિવારના સભ્યોના ચહેરે છલકાય છે.સમગ્ર સમાજમાં હેપ્પીનેસ વિસ્તારવાનો આ નમ્ર પ્રયાસ છે.

  આ પણ વાંચો: સુરતઃ રાજસ્થાનથી આવેલા ધો.9ના વિદ્યાર્થીને અફિસ સાથે પકડ્યો, કેટલા રૂપિયા મળતા હતા?

  મહત્વનું છે કે અર્થ મેગા મોલના આયોજનમાં કરમસદની પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે કલબના સ્વયંસેવકોએ કાઉન્ટર પર સેવા આપી હતી.
  વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અર્થ મેગા મોલ નામના એક કાર્યક્રમનું આયોજન કરે છે જેના અંતર્ગત સાધન સંપન્ન શાળાઓમાંથી કેટલીક વસ્તુઓ ભેગી કરીને જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવે છે. આ વસ્તુઓનો એક મોલ ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી શાળાના બાળકો સ્વાભિમાનથી પોતાને ગમતી વસ્તુઓ પોતાના માટે તેમજ પોતાના પરિવાર માટે ખરીદી શકે.

  આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા : ભાટિયામાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ દોઢ કરોડનું ફુલેકુ ફેરવ્યું

  આ મોલમાં કપડાં, પુસ્તકો, રમકડાં, સાઇકલ, નોટબુકો, વગેરે વસ્તુઓ ભેગી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે આ કાર્યક્રમ થકી વસ્તુઓ જે વગર કામે ફેંકી દેવામાં આવે છે એના બદલે કોઈકના ઉપયોગમાં આવી શકે અને પર્યાવરણ ઉપર ભાર એટલો ઓછો પડે. આમાં એક પ્રકારનું સામાજિક યોગદાન પણ છે. આ વર્ષે તારીખ 2 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મારુતિ સોલારિસ, પ્રાપ્તિ રીડીફાઈન, એન એમ એન્જિનિયરિંગ, ચીનુભાઈ કાલિદાસ એન્ડ બ્રોસ, પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, જી એચ પટેલ સ્કૂલ ઓફ નર્સિંગના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું હતો. હાલ કોરોના જેવી મહામારી ચાલુ હોવા છતાં લગભગ 10,000 જેટલી વસ્તુઓ ભેગી કરવામાં આવી હતી. જેમાંથી કેટલીક વસ્તુઓ અમેરિકાના ઓક્લાહોમા ચેરિટી દ્વારા ભેગી કરી મોકલવામાં આવી હતી.

  આ પણ વાંચો: સુરતઃ બેકાર એન્જિનિયર યુવકે શિક્ષિકા પર વારંવાર આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ

  આ સામાજિક કાર્યમાં 90 જેટલા સ્વયંસેવકોએ પોતાનો સિંહફાળો આપ્યો હતો. જેમાંથી 50 પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ, 20 જી એચ પટેલ નર્સિંગ કોલેજ, કરમસદ અને બાકીના વિદ્યાનગર નેચર ક્લબના સ્વયંસેવકો હતા. આ કાર્યક્રમમાં 12 જેટલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. અંતે સારી ગુણવત્તાવાળી 2 સાઇકલ માટે લકી ડ્રો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને મનોરંજન સાથે નામ જાહેર કરવામાં આવ્યું હતું. આમ બાળકોને આનંદિત થતાં જોઈ દરેક સ્વયંસેવકોને સમાજ કલ્યાણ માટે હર્ષની લાગણી થઈ હતી.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Anand, આણંદ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन