કોંગ્રેસ દ્વારા પથ્થરમારા મામલો, ન.પા. પ્રમુખના પતિની હાલત ગંભીર

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 14, 2017, 6:19 PM IST
કોંગ્રેસ દ્વારા પથ્થરમારા મામલો, ન.પા. પ્રમુખના પતિની હાલત ગંભીર
પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરતા બે કારમાંથી હથિયારો મળી આવ્યા હતા...

પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરતા બે કારમાંથી હથિયારો મળી આવ્યા હતા...

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણીની 93 બેઠક માટે મતદાન પ્રક્રિયા યોજાઈ, જેમાં આણંદમાં મતદાન સમયે મારામારીની, પથ્થરમારાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, આણંદમાં મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી, જેમાં કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા અને પથ્થરમારો શરૂ કર્યો. એટલું જ નહીં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આણંદ નગરપાલિકાના પ્રમુખના પતિ પર તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરવામાં આવ્યો.

જેમાં નગરપાલિકાના પ્રમુખના પતિ ઘાયલ થયા છે, હાલમાં મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, તેમની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. પથ્થરમારાની ઘટના બનતા તુરંત પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી, અને મામલો કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરતા બે કારમાંથી હથિયારો મળી આવ્યા હતા. આ મુદ્દે પોલીસે 10 લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
First published: December 14, 2017, 6:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading