Home /News /madhya-gujarat /

ગુજરાતની શાંતિને ડોળવાનો પ્રયાસ, હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો

ગુજરાતની શાંતિને ડોળવાનો પ્રયાસ, હિંમતનગર અને ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો

શક્કરપુરાની શોભાયાત્રામાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઇ હતી કે, રથયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

આણંદ (Anand)ના શક્કરપુરા (shakkarpura)માં પણ રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. આમ રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામ (Lord Ram)ની શોભાયાત્રામાં રાજ્યના બે જિલ્લામાં પથ્થરમારાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

    ગુજરાતમાં શાંતિના દુશ્મનો ફરીસી એક્ટિવ થયા છે અને રાજયની શાંતિનો ડેળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિંમતનગર (Himmatnagar)માં રામ નવમી (Ramnavami)ની શોભા યાત્રામાં પત્થરમારો થયો છે, જેના પગલે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ભીડને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ પણ છોડાયા છે. ત્યાં જ આણંદ (Anand)ના શક્કરપુરા (shakkarpura)માં પણ રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. આમ રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામ (Lord Ram)ની શોભાયાત્રામાં રાજ્યના બે જિલ્લામાં પથ્થરમારાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.

    પ્રથમ ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના પગલે બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન પાંચથી વધારે વાહનોને આગચંપી કરાઈ હતી. ઘટનાના પગલે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી સાથે જ સમગ્ર વિસ્તારમાં કોઇ અનઇચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા અરવલ્લી જિલ્લા પોલીસ વડા સહિત રેન્જ આઇજી ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળી લીધી છે. પથ્થરમારાની ઘટનાના પગલે સમગ્ર શહેરમાં અફવાઓનું બજાર ગરમાયુ છે. શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા બાદ પોલીસ દ્વારા સાત રાઉન્ડ ટીયરગેસ છોડાયા હતા.



    બીજી ઘટના ખંભાતના શક્કરપુરાની છે જ્યાં શાંતિના દુશ્મનોએ રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો હતો. અહીં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. શક્કરપુરા ગ્રામ પંચાયતની વાત કરીએ તો અહીં પટેલ સમાજ અને દલિતોની વસ્તી છે સાથે જ મોટી સંખ્યામાં લધુમતી સમાજના લોકો પણ રહે છે. આજે અહીં લઘુમતી સમાજના લોકોના વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના કારણે શોભાયાત્રામાં ભગદડ મચી જવા પામી હતી.

    આ પણ વાંચો- IPL 2022: ચાર વખતની ચેમ્પિયન CSK, આ વખતે થઇ ફેલ, જાણો ખરાબ પ્રદર્શનના 4 મોટા કારણો

    શક્કરપુરાની શોભાયાત્રામાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઇ હતી કે, રથયાત્રામાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ખંભાત ટાઉન પોલીસને થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટોળાને વેરવિખેર કરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઘટનાને લઇ આણંદ એસપી પણ એક્શનમાં આવી ગયા છે કારણ કે શક્કરપુરાની આસપાસ પણ ઘણા સંવેદનશીલ વિસ્તારો છે. માટે પોલીસે તાબડતોડ પોલીસ અને આર્મીને ઘટનાસ્થળે ખડકી દીધી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Anand, Gujarat police, Himmat Nagar, Sabarkantha, ગુજરાતી સમાચાર

    આગામી સમાચાર