મબલક ઉત્પાદન થતા 50પૈસાના કિલો ટામેટા,ખેડૂતોને રડવાનો વારો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 2:06 PM IST
મબલક ઉત્પાદન થતા 50પૈસાના કિલો ટામેટા,ખેડૂતોને રડવાનો વારો
અમદાવાદઃ ગુજરાતમાં રાતા ટમેટાના ખેડૂતો હાલ રાતા પાણીએ રોઇ રહ્યા છે. નોટબંધી, નિકાસની સમસ્યાને પગલે મબલક ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. સ્થિતિ એ આવીને ઊભી છે કે ખેડૂતો રસ્તા પર ટમેટા ફેંકી દઇ રહ્યા છે અને પશુઓને ખવડાવી રહ્યા છે. અમદાવાદના અણદેજ સહિતના ગામડાઓમાં મબલક ઉત્પાદન ટામેટાનું થયુ છે પરંતુ માત્ર 50 પૈસે એક કિલોના ભાવે પણ કોઇ લેવા તૈયાર ન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 25, 2017, 2:06 PM IST
અમદાવાદઃ ગુજરાતમાં રાતા ટમેટાના ખેડૂતો હાલ રાતા પાણીએ રોઇ રહ્યા છે. નોટબંધી, નિકાસની સમસ્યાને પગલે મબલક ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. સ્થિતિ એ આવીને ઊભી છે કે ખેડૂતો રસ્તા પર ટમેટા ફેંકી દઇ રહ્યા છે અને પશુઓને ખવડાવી રહ્યા છે. અમદાવાદના અણદેજ સહિતના ગામડાઓમાં મબલક ઉત્પાદન ટામેટાનું થયુ છે પરંતુ માત્ર 50 પૈસે એક કિલોના ભાવે પણ કોઇ લેવા તૈયાર ન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

સ્પેનમાં ટમેટાં રસ્તા પર ઢોળીને એકબીજા પર ફેંકવાનો ઉત્સવ ટોમેટીનો ઉજવાય છે. આ સ્પેન નથી, અમદાવાદની ભાગોળે સાણંદને અડીને આવેલું ગામડું અણદેજ છે. રસ્તે વેરાયેલા ટમેટા ખેડૂતોની પાયમાલીનું પ્રદર્શન છે. ખેડૂતોનો સરકાર સામેનો રોષ છે. દર વર્ષે ખેડૂતોને મણ એટલે કે વીસ કીલો દીઠ કમસેકમ અઢીસોથી પોણા ત્રણસો રૂપિયા મળતા હતા. આ વર્ષે સ્થિતિ એવી છે કે ખેડૂતોને મણ દીઠ પાંત્રીસથી ચાલીસ રૂપિયા પણ નથી મળી રહ્યા. મતલબ કે ખેડૂતોને એક કીલો ટમેટાના પચાસ પૈસા પણ માંડ મળે છે.

નોટબંધીના બે મહિના ખેડૂતોને ભારે પડી ગયા. ઉપરાંત પાકિસ્તાન વગેરે દેશમાં નિકાસ બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોને સ્થાનિક બજારમાં ટમેટા વેચવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી અને સ્થાનિક બજારમાં તેમને ભાવ નથી મળી રહ્યા. એક વીઘામાં ટમેટા પકવવા હોય તો પચાસ હજાર રૂપિયાનો ખર્ચ ખેડૂતને થાય છે. ખેડૂતોને વેચાણ બજારમાં ટમેટાનો જે ભાવ હાલ મળી રહ્યો છે એમાં વાવેતરનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. ટૂંકમાં સોના કરતાં ઘડામણ મોઘું પડી રહ્યું છે.ખેડૂતો ડીસેમ્બરથી માર્ચ સુધી ટમેટાનો પાક લે છે. ટમેટાનો પાક ખેડૂતો માટે પસ્તાવો સાબીત થઇ રહ્યો છે.

ફાઇલ તસવીર
First published: January 25, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर