Home /News /madhya-gujarat /

ઉમરેઠમાં દંપતીએ ઘરમાં જ આપઘાત કર્યો કે સળગાવી હત્યા કરાઇ?

ઉમરેઠમાં દંપતીએ ઘરમાં જ આપઘાત કર્યો કે સળગાવી હત્યા કરાઇ?

આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક દંપતીએ પોતાની જાત સળગાવી મધ રાત્રે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.દંપતી એ આત્મહત્યા કરી છે કે પછી તેઓની હત્યા કરાઈ છે તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક દંપતીએ પોતાની જાત સળગાવી મધ રાત્રે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.દંપતી એ આત્મહત્યા કરી છે કે પછી તેઓની હત્યા કરાઈ છે તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

  • Pradesh18
  • Last Updated :
આણંદઃ આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક દંપતીએ પોતાની જાત સળગાવી મધ રાત્રે આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.દંપતી એ આત્મહત્યા કરી છે કે પછી તેઓની હત્યા કરાઈ છે તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ ની કાકાની પોડમાં રહેતા સુખી સમૃદ્ધ અને નોકરિયાત દંપતીએ ગત મધ્ય રાત્રીના કોઈ અગમ્ય કારણોસર જલદ પ્રવાહી છાંટી સામુહિક રીતે આંગનપીછોડી ઓઢી આત્મહત્યા કરતા અનેક તર્ક વિતર્કો થવા પામ્યા છે.
કાકાની પોડમાં રહેતા રાજેશભાઈ શાહ અને તેમના પત્ની જ્યોતિબેન શાહે રાત્રીના દોઢ એક વાગ્યાની આસપાસ જલદ પ્રવાહી છાંટી પોતાની જાત જલાવી હતી. રાત્રી ના સુમારે રાજેશભાઈના ઘર માંથી આગના દ્રશ્યો જોઈ તેમજ તેમની ચીખો સાંભળી પાડોશીઓ ઉઠી ગયા હતા. જોકે પાડોશીઓ ઘરનો દરવાજો તોડી બંને ને બચાવે તે પહેલા રાજેશભાઈનું કરુંણ મોત નીપજ્યું હતું જયારે ગંભીર રીતે દાજેલ જ્યોતિકાબેન ને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં તેઓનું મોત નિપજવા પામ્યું હતું.

હાલ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી તાપસ શરૂ કરી છે સુખી સમૃદ્ધ અને હિંમતવાન રાજેશભાઈ અને તેમના પત્ની એ આવું પગલું કેમ ભર્યું તે પરિવાર જનો માટે પ્રશ્નાર્થ છે. ઘરમાં એકલા જ રહેતા આ દંપતીએ આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરાઈ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
First published:

Tags: દંપતી આપઘાત, રહસ્યમય મોત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन