અમૂલના સંચાલકોને મોદીએ આપી ચેલેન્જ, 'મિલ્ક પ્રોસેસિંગમાં વિશ્વમાં ત્રીજા નંબર આવીને બતાવો'

News18 Gujarati
Updated: September 30, 2018, 2:20 PM IST
અમૂલના સંચાલકોને મોદીએ આપી ચેલેન્જ, 'મિલ્ક પ્રોસેસિંગમાં વિશ્વમાં ત્રીજા નંબર આવીને બતાવો'
આણંદ ખાતે જાહેરસભા દરમિયાન લોકોનું અભિવાદન કરી રહેલા મોદી.

"હું જ્યારે વિદેશની મુલાકાતે જવા છું ત્યારે ત્યાંના લોકો કહે છે કે અમારા દેશમાં પણ અમૂલની પ્રોડક્ટ્સ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરો."

  • Share this:
આણંદઃ એક દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદ ખાતે અમૂલના નવા ચોકલેટ પ્લાન્ટ સહિત છ પ્રકલ્પોનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જાહેર સભાને સંબોધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, "અમૂલ હવે દેશ જ નહીં વિદેશમાં પણ જાણીતા બ્રાન્ડ બની ગઈ છે. અમૂલ એક પ્રેરણા જ નહીં પરંતુ અનિવાર્ય બની ગયું છે." આ પ્રસંગે પીએમ મોદીએ અમૂલના સંચાલકોને મિલ્ક પ્રોસેસિંગમાં વિશ્વમાં ત્રીજા નંબર આવવાની ચેલેન્જ પણ આપી હતી.

કેમ છો કહીને સંબોધન

નરેન્દ્ર મોદીએ સભા શરૂ કરતા પહેલા લોકોને કેમ છો કહીને સંબોધન કર્યું હતું. જોકે, બાદમાં તેમણે હિન્દીમાં જ તેમનું ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે તેમણે તમામ લોકોનો આભાર વ્કક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, "હું જ્યારે વિદેશની મુલાકાતે જવા છું ત્યારે ત્યાંના લોકો કહે છે કે અમારા દેશમાં પણ અમૂલની પ્રોડક્ટ્સ પહોંચાડવાની કોઈ વ્યવસ્થા કરો."

સરદાર પટેલને કર્યા યાદ

આ પ્રસંગે મોદીએ લોખંડી પુરુષ સરદાર પટેલને યાદ કરતા કહ્યું કે, "ગુજરાતમાં કો-ઓપરેટિંગ હાઉસિંગ સોસાયટીના માધ્યમથી મકાનો બનાવવાનો સૌપ્રથમ પ્રયોગ સરદાર પટેલે અમદાવાદ ખાતે કર્યો હતો. તેમના પ્રયોગને કારણે જ ગુજરાત અને દેશમાં પ્રથમ હાઉસિંગ સોસાયટી અમદાવાદમાં બની હતી. સરદાર પટેલે પ્રિતમરાય દેસાઈ નામના એક વ્યક્તિને આ સોસાયટી તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. 28-1-1987ના રોજ સરદાર પટેલે આ સોસાયટીનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રિતમરાય દેસાઇના સન્માનમાં આ સોસાયટીનું નામ પ્રિતમનગર રાખવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે સહકારી આંદોલનની પ્રથમ સફળની પ્રથમ સ્મૃતિ આજે પણ અમદાવાદમાં હયાત છે."

Amul Chocolate Plant
અમૂલના ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લેતા મોદી
ઊંટડીના દૂધ બાબતે મારી મજાક ઉડાવી હતી

કચ્છને યાદ કરતા મોદીએ કહ્યું કે, "ભૂકંપ બાદ કચ્છમાં જ્યારે રણોત્સવનો પ્રયોગ કર્યો ત્યારે મેં એક ભાષણમાં કહ્યું હતું કે ઊંટડીનું દૂધમાં ન્યૂટ્રિશિયલ વેલ્યૂ ખૂબ વધારે હોય છે. મારા આ નિવેદન બાદ અનેક જગ્યાએ મારી મજાક ઉડવવામાં આવી હતી. પરંતુ આજે મને એ વાતનો આનંદ છે કે આજે અમૂલના ઊંટડીના દૂધની બનેલી ચોકલેટની ખૂબ માંગ છે. એટલું જ નહીં ગાયના દૂધ કરતા પણ ઉટડીના દૂધની કિંમત બે ગણી છે."

મિલ્ક પ્રોસેસિંગમાં વિશ્વમાં ત્રીજા નંબર આવવાની આપી ચેલેન્જ

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે અમૂલના અધિકારીઓ અને વ્યવસ્થાપકોને ચેલેન્જ આપતા કહ્યું હતું કે, "અમૂલ અને દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર આપણે કંઈક એવું કરવું જોઈએ અથવા કોઈ લક્ષ્ય સાથે ચાલવું જોઈએ. 75 વર્ષ થવા પર શું આપણે દુનિયાને કોઈ નવી વસ્તુ આપી શકીએ છીએ કે નહીં? હાલ આપણે મિલ્ક પ્રોસેસિંગમાં વિશ્વમાં દસમાં નંબર પર છીએ. હું અમૂલના અધિકારીઓને કહું છું કે તેઓ સંકલ્પ કરે અને આઝાદીના 75માં વર્ષ નિમિત્તે તેઓ ત્રીજા નંબરે પહોંચીને બતાવે. મારા માનવા પ્રમાણે આ કામ મુશ્કેલ નથી."
First published: September 30, 2018, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading