ખંભાતમાં ભારેલા અગ્નિ જેવો માહોલ, આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું

News18 Gujarati
Updated: February 25, 2020, 12:34 PM IST
ખંભાતમાં ભારેલા અગ્નિ જેવો માહોલ, આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું
ખંભાતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે.

મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવ્યો હતો.

  • Share this:
ખંભાત : શહેરમાં 23મી ફેબ્રુઆરીનાં રોજ જૂથ અથડામળમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેના પગલે આજે આખું શહેર બંધ છે આ સાથે સઘન પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. હાલ અહીં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. નોંધનીય છે કે, સોમવારે મોડી સાંજે શહેરની મીરાસૈયદઅલીની દરગાહ પાસે કોંમ્બિગ દરમ્યાન ટોળાએ પોલીસ પર હુમલો કરતાં ચાર જવાનોને ઈજા પહોંચી હતી. તો આ મામલે હિન્દુ સમાજે બંધનું એલાન આપ્યું હતું. જેને કારણે મોટી સંખ્યામાં લોકો ટાવર ચોક પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવ્યો હતો. ખંભાતમાં થયેલ રમખાણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

અજંપાભરી સ્થિતિને થાળે પાડવા માટે શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. રેપિડ એક્શન ફોર્સની ટીમને પણ ખંભાતમાં ઉતારી દેવામાં આવી હતી. પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કર્યું હતું. તો ત્રીજા દિવસે પણ કેટલીય જગ્યાઓએ આગચંપીનાં બનાવો બન્યા હતા. તો ખંભાતના તમામ સ્કૂલ-કોલેજો અને બજારો બંધ છે.

રવિવારે બપોરે જૂની અદાવતને પગલે બે કોમના ટોળાં સામ-સામે આવી ગયા હતા. જેમાં બે કોમનાં ઘરોમાં પથ્થરમારો કરી તોડફોડ અને આગચંપી કરાઈ હતી. સોમવારે આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં SOGના હેડ કોન્સ્ટેબલ નહસિંહભાઈ ઘાયલ થયા હતા. તો ગેસ ગોડાઉન વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી.

પોલીસનો સઘન બંદોબસ્ત


મહત્વનું છે કે, બે દિવસ પહેલા આણંદમાં ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસને 6 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ સિવાય પોલીસે ટોળાને વિખેરવા માટે 25 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થાનિક પોલીસ સહિતનો મોટો પોલીસ કાફલો અકબરપુરા પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. મોત બાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

વીડિયો પણ જુઓ :
First published: February 25, 2020, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading