આણંદ: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તો બની ગયા પરંતુ વીજ કનેક્શન ન મળતા રહીશો પરેશાન!

આણંદ: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ તો બની ગયા પરંતુ વીજ કનેક્શન ન મળતા રહીશો પરેશાન!
ગૃહિણીઓ અંધારામાં રાંધવા માટે મજબૂર.

પેટલાદ: મધ્ય ગુજરાત વીજ કંપની વીજળી કનેક્શન આપતી ન હોવાથી અહીં રહેતા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે.

  • Share this:
    જનક જાગીરદાર: આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) આશીર્વાદ સમાન સાબિત થઈ છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ શહેર (Petlad city)ના વોર્ડ નંબર-1ના બોડીકૂવા વિસ્તારમાં આર્થીક રીતે પછાત લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આકર્ષક મકાનો બનાવવામાં આવ્યા છે. જોકે, નવાઈની વાત તો એ છે અહીં, મધ્ય ગુજરાત વીજ કંપની વીજળી કનેક્શન (Electricity connection) આપતી ન હોવાથી અહીં રહેતા લોકો અંધારામાં રહેવા માટે મજબૂર છે.

    ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના એ સામાન્ય વ્યક્તિને જીવતા જીવ મકાનનું સ્વપ્ન પૂરું કરી આપતી યોજના છે. પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન છે કે આવનારા સમયમાં દરેક પાસે પોતાના ઘરનું ઘર હોય. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સાડા ત્રણ લાખ રૂપિયા ઘર બનાવવા માટે આપવામાં આવે છે. આ યોજના મુજબ પેટલાદના બોડીકૂવા વિસ્તારમાં 22 મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બન્યા છે. જોકે, અહીં વીજળી કનેક્શન માટે વીજ કંપની લાખો રૂપિયાની રકમ ભરવાનું જણાવી રહી હોવાથી આ લોકો અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે.





    અહીં મહિલાઓ અંધારામાં રસોઈ બનાવવા, વિદ્યાર્થીઓ અંધારામાં સોલાર લાઈટની બેટરીમાં અભ્યાસ કરવા અને રહીશો મચ્છરોનો ત્રાસ સહન કરવા માટે મજબૂર છે. આ લોકોની અપેક્ષા છે કે સરકારે મકાન તો બનાવી આપ્યા છે પરંતુ વીજળી કનેક્શન માટે તેમને મદદ કરવામાં આવે.

    આ પણ વાંચો: Explained: શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ?



    આ પણ વાંચો: બજેટ સત્ર: વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યો પ્રથમ વખત ઉગ્ર જોવા વળ્યા

    બોડીકૂવાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ધરાવતા લોકો અંધારામાં જીવવા કેમ મજબૂર છે તે અંગે જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારી કે. એસ. વણકરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ લોકોના આવાસ ગ્રામતળની જમીનમાં આવતા નથી. માટે સરકારના નિયમ મુજબ વીજ જોડાણ માટે નાણાં ભરવા પડે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જ્યારે મકાનો બનાવી દેવામાં આવ્યા છે ત્યારે વીજળી કનેક્શન કરાવી આવતા એ પણ તંત્રની ફરજ છે.


    આ પણ વાંચો: સુરતમાં કોરોનાએ તોડ્યા તમામ રેકોર્ડ: ગત વર્ષે કોરોનાના કાળ દરમિયાન પણ આટલા કેસ નહોતા નોંધાયા


    આવાસના મકાનમાં રહેતા કલ્પેશ તળપદાના જણાવ્યા મુજબ સરકારે તેમને સાડા 3 લાખ રૂપિયા મકાન બનાવવા આપ્યા છે પરંતુ અમારી વીજ જરૂરિયાત પૂરી કરે તો અમને ખૂબ મદદ મળી રહેશે. આવાસમાં મકાન ધરાવનાર મહિલા હરખાબેન તળપદાના જણાવ્યા અનુસાર વીજળી વગર અમારે રાંધવામાં મુશ્કેલી પડે છે. બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે. વીજળી ન હોવાથી અનેક ત્રાસ વધી જાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:March 19, 2021, 08:30 am

    ટૉપ ન્યૂઝ