આણંદની સિવિલ હોસ્‍પિટલ માટે ભવિષ્‍યના વિકાસને ધ્‍યાને રાખી જમીનની પસંદગી કરાશે

News18 Gujarati
Updated: September 7, 2019, 11:46 PM IST
આણંદની સિવિલ હોસ્‍પિટલ માટે ભવિષ્‍યના વિકાસને ધ્‍યાને રાખી જમીનની પસંદગી કરાશે
આણંદની સિવિલ હોસ્‍પિટલ માટે ભવિષ્‍યના વિકાસને ધ્‍યાને રાખી જમીનની પસંદગી કરાશે

આણંદ ખાતે જિલ્‍લા કક્ષાની અદ્યતન અને 200 પથારીની સુવિધા સહિતની સિવિલ હોસ્‍પિટલની નાણાંકીય જોગવાઇ સાથે રાજય સરકારે મંજૂરી આપી

  • Share this:
રાજયના નાયબ મુખ્‍ય મંત્રી અને આરોગ્‍ય મંત્રી નીતિનભાઇ પટેલે આણંદ ખાતે જિલ્‍લા કક્ષાની અદ્યતન અને 200 પથારીની સુવિધા સહિતની સિવિલ હોસ્‍પિટલની નાણાંકીય જોગવાઇ સાથે રાજય સરકારે મંજૂરી આપી છે. નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે જયાં સુધી જમીન પસંદગીની વાત છે ત્‍યાં સુધી ભવિષ્‍યના વિકાસને ધ્‍યાને લઇને આણંદની સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવશે.

નાયબ મુખ્‍ય મંત્રી નીતિનભાઇ પટેલે આજે આણંદ ખાતેની સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટે આણંદ શહેરમાં વિસ્‍તારમાં લાયક એવી વાલ્‍મી સંકુલ અને વ્‍યાયામ શાળા વિસ્‍તારની ખૂલ્‍લી જમીનનું નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો - મુખ્યમંત્રીએ રાજ્યના આઠ મહાનગરોને રસ્તાના કામો માટે 216 કરોડની ગ્રાન્ટ ફાળવી

નાયબ મુખ્‍ય મંત્રી નીતિનભાઇ પટેલની આણંદની સિવિલ હોસ્‍પિટલના નિર્માણ માટેની જમીનની નિરીક્ષણ-મુલાકાત સમયે જિલ્‍લા કલેકટર દિલીપ રાણા, જિલ્‍લા વિકાસ અધિકારી આશિષકુમાર, નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઇ ચાવડા સહિત માજી સાંસદ દિલીપભાઇ પટેલ, માજી મંત્રી રોહિતભાઇ પટેલ, જિલ્‍લા અગ્રણી મહેશભાઇ પટેલ, માર્ગ-મકાન અને આરોગ્‍ય વિભાગના અધિકારીઓ સાથે રહ્યા હતા.

નાયબ મુખ્‍ય મંત્રી નીતિનભાઇ પટેલે આ બંને જમીનનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદ જિલ્‍લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर