ગુજરાતમાં દેશી મરઘાની નવી જાત મળી; અધિકૃત માન્યતા મળશે

આ મરઘાં ખડતલ તેમજ તેમના પીંછાના રંગ અને રચના તથા કાનની બુટ્ટી મરઘાંની અન્ય જાતો કરતા જુદી છે

News18 Gujarati
Updated: May 17, 2019, 11:28 AM IST
ગુજરાતમાં દેશી મરઘાની નવી જાત મળી; અધિકૃત માન્યતા મળશે
આ મરઘાં ખડતલ તેમજ તેમના પીંછાના રંગ અને રચના તથા કાનની બુટ્ટી મરઘાંની અન્ય જાતો કરતા જુદી છે
News18 Gujarati
Updated: May 17, 2019, 11:28 AM IST
વિજયસિંહ પરમાર
આણંદ: ગુજરાતમાં મરઘા ઉછેર સાથે જોડાયેલા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ, તેમને ગુજરાતમાં જ જોવા મળતી દેશી મરઘાની નવી જાત જોવા મળી છે અને તેને દેશી મરધા તરીકે એક નવી જાત તરીકે અધિકૃત માન્યતા મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો ડો. કે.બી. કથીરીયા, ડો. એફ.પી. સાવલીયા, ડો. એન.જે. ભગોરા અને ડો. એ.બી.પટેલનાં જણાવ્યા અનુસાર, આપણા દેશમાં ખેતીની સાથે પશુપાલન અને મરઘા પાલન પણ અગત્યનું સ્થાન ધરાવે છે. હાલમાં ભારત દેશ વિશ્વમાં ઇંડાનાં ઉત્પાદનમાં ત્રીજા ક્રમાંકે તથા મરઘાં માંસ ઉત્પાદનમાં પાંચમાં ક્રમે છે. જેમાં વ્યાવસાયિક ધોરણે થતા મરઘા પાલનનો ફાળો 70 ટકા જેટલો છે જ્યારે નાના પાયે ગ્રામ્ય મરઘાં પાલનનો ફાળો 30 ટકા જેટલો છે.

રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યૂરો (કરનાલ) દેશનાં કોઇ પણ વિસ્તારમાં પ્રાણીઓ, પક્ષીઓની સ્થાનિક જાત હોય તેને નિયમાનુંસારની કાર્યવાહી કર્યાબાદ એક રાષ્ટ્રીય જાત તરીકે નામાભિકરણ કરીને બહાર પાડવાની કામગીરી કરે છે.

આ સંસ્થા દ્વારા દેશમાં પશુઓની કુલ 163 જાતો જ્યારે મરઘાંની કુલ 19 જાતોની નોંધણી કરેલી છે. ગુજરાતમાં અંકલેશ્વર અને બસરા નામની મરઘાં જાતો નોંધાયેલી છે.

દેશની મરઘાની નવી જાત

“આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુજરાતની જૈવ વિવિધત્તાનું સંરક્ષણ થાય અને તેને અધિકૃત માન્યતા મળે અને તે દ્વારા આપણી સપંદા જળવાય તે માટે પ્રયાસ કરે છે,” આણંદ કૃષિ યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સેલર ડો. એન.સી.પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.

આણંદ કૃષિ યુનિવર્સિટીનાં સંશોધન નિયામક ડો. કે.બી. કથીરીયાને ઓલ ઇન્ડિયા નેટવર્ક પ્રોજેક્ટની કામીગીરીનું સંકલન, અમલીકરણ અને મોનિટરીંગ માટે 2012નાં વર્ષ દરમિયાન ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢ, ઇકબાલગઢ, દાંતા અને આજુબાજુનાં આદિવાસી વિસ્તારની મુલાકાતે જવાનું થયુ હતુ. આ મુલાકાત દરમિયાન આ વિસ્તારમાં દેશી મરઘાની અલગ જાત જોવા મળી હતી.આ મરઘીની વિવિધતાની ચકાસણી માટે તેમણે આણંદ કૃષિ યુનિવર્સિટીનાં પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં મરઘાં સંશોધન કેન્દ્ર મુખ્ય વૈજ્ઞાનિક જો. એફ.પી. સાવલીયાને તેમની ટીમ સાથે આ વિસ્તારની મુલાકાત લઇ આ નવા પ્રકારની દેશી મરઘાંની જાત બાબતે સર્વે કરી અહેવાલ તૈયાર કરવા કહ્યુ હતુ.

આ પછી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આ મરઘાંની આ જાત વિશે મોજણી કરવામાં આવી હતી. પ્રાથમિક મોજણી કરતી વખતે જાણવા મળ્યુ કે, આ મરઘાં ખડતલ તેમજ તેમના પીંછાના રંગ અને રચના તથા કાનની બુટ્ટી મરઘાંની અન્ય જાતો કરતા જુદી માલુમ પડી હતી. આ પછી આ મરઘાંનાં ઇંડા તથા પક્ષીઓને આણંદ ખાતે સંશોધન કેન્દ્રમાં લાવી મરઘાંની જાતનાં 160 નર અને 400 જેટલા માદા પક્ષીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. આ મરઘાંઓનાં ઉત્પાદન અંગેનાં પરિણામો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાતી સંશોધન આયોજન અને પરિણામો અંગેની વાર્ષિક બેઠકો (અગ્રેસ્કો) માં રજૂ કરવામાં આવ્યા હતા.
આ પછી સંશોધકો દ્વારા મરઘાંની આ જાતને અલગ જાત તરીકે નોંધણી કરવા માટે પ્રક્રિયા હાથ ધરી અને પશુપાલન વિભાગ મારફતે આ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.કૃષિ વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એક વખત દેશી મરઘાની આ જાતને એક નવી જાત તરીકેને અધિકૃત જાત તરીકે નોંધણી થઇ ગયા પછી ગુજરાતને એક નવી મરઘાંની જાત મળશે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...