વિદ્યાનગરમાં વૃક્ષોને ફૂગથી બચાવવા શરૂ થયું વિશેષ અભિયાન

News18 Gujarati
Updated: May 8, 2019, 11:57 AM IST
વિદ્યાનગરમાં વૃક્ષોને ફૂગથી બચાવવા શરૂ થયું વિશેષ અભિયાન
વૃક્ષોને ફૂગથી બચાવવાનાં અભિયાનમાં 15 જેટલા યુવાનો જોડાય છે.

ગયા વર્ષ અમે ફૂગગ્રસ્ત ચાર આંબાનાં વૃક્ષોની આ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરી હતી અને તેનાં સારા પરિણામો મળ્યાં હતા: ધવલ પટેલ

  • Share this:
વિજયસિંહ પરમાર

એક તરફ સમગ્ર વિશ્વ જળવાયું પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)ની આડ અસરોથી પીડા ભોગવી રહ્યું છે અને વૃક્ષો-વન્યજીવો અને જંગલ વિસ્તારોનો ઘટાડો થઇ રહ્યો છે ત્યારે એક-એક વૃક્ષને બચાવવા માટે વલ્લભ વિદ્યાનગરમાં આવેલી વોલન્ટરી નેચર કન્ઝરવન્સીનાં યુવાનો મથી રહ્યાં છે.

વૃક્ષોને ફૂગથી બચાવવાનાં અભિયાનમાં 15 જેટલા યુવાનો જોડાય છે.


પર્યાવરણ અને વન્યજીવો બચાવવા માટે કામ કરતી વોલન્ટરી નેચર કન્ઝરવન્સી સંસ્થા દ્વારા હાલ એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાનગરમાં આવેલા વૃક્ષો અને એમાંય ખાસ કરીને આંબાનાં જૂના વૃક્ષોને ફૂગ (ફંગસ)થી બચાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

ગયા વર્ષે સફળ પ્રયોગ બાદ આ વર્ષે પણ કામ શરૂ કર્યું.


વોલન્ટરી નેચર કન્ઝરવન્સી સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ધવલ પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, ગયા વર્ષે તેમના ધ્યાનમાં આવ્યું કે, વિદ્યાનગર શહેરમાં આવેલા ઘટાદાર આંબાનાં વૃક્ષોમાંથી કેટલાકને ફૂગ (ફંગસ) લાગી છે અને ઝાડ મરી રહ્યાં છે. આ વૃક્ષો જૂના છે. ફૂગથી આ વૃક્ષોને બચાવવા માટે અમે બોર્ડો મિક્સ્ચર પદ્ધતિથી ટ્રીટમેન્ટ (સારવાર) કરી. આ પદ્ધતિંમાં કોપલ સલ્ફેટ (મોરથુથુ) અને ચૂનાનું પાણીમાં મિશ્રણ કરવામાં આવે છે અને વૃક્ષમાં જે જગ્યાએ ફૂગની અસર થઇ હોય ત્યાં ચોપડવામાં આવે છે અને તેના થડમાં પણ આ પ્રવાહી મિશ્રણ નાંખવામાં આવે છે,”“ગયા વર્ષ અમે ફૂગગ્રસ્ત ચાર આંબાનાં વૃક્ષોની આ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરી હતી અને તેનાં સારા પરિણામો મળ્યાં હતા. આથી, આ વર્ષે પણ અમે કામ શરૂ કર્યું છે. સૌ પ્રથમ અમે વિદ્યાનગર શહેરમાં કેટલા વૃશ્રોને આ ફૂગની અસર થઇ છે તેનો સર્વે કરી રહ્યા છીએ. આ સર્વે કર્યા પછી અમારી ટીમ બોર્ડો મિક્સ્ચર પદ્ધતિથી આ તમામ ફૂગગ્રસ્ત વૃક્ષોની ટ્રીટમેન્ટ કરીશું. વિદ્યાનગર શહેરમાં રોડની આસપાસ 3700 વૃક્ષો છે. અમે આ તમામ વૃક્ષોનું ડિજિટલ મેપિંગ કરેલું છે. એક-એક વૃક્ષની માહિતી અમારી પાસે છે. વૃક્ષોનાં જતન માટે આ મેપિંગ અમને ઉપયોગી થઇ રહ્યું છે,” ધવલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યુ.

વૃક્ષોને ફૂગથી બચાવવા વિશેષ મિશ્રણ તેના થડમાં નાંખતા યુવાનો


ધવલ પટેલે જણાવ્યું કે, બોર્ડો મિક્સ્ચર પદ્ધત્તિમાં એક કિલોગ્રામ કોપર સલ્ફેટ (મોરથુથુ), એક કિલોગ્રામ ચૂનો અને 10 લિટર પાણીનું મિશ્રણ કરવામાં આવે છે. યોગ્ય રીતે થયેલા મિશ્રણને પદ્ધત્તિસર ફૂગગ્રસ્ત વૃક્ષમાં લગાવવામાં આવે તો સારું પરિણામ મળે છે.

વોલન્ટરી નેચર કન્ઝરવન્સી પર્યાવરણ શિક્ષણ, વન્ય-પ્રાણી સંરક્ષણ, સંશોધન અને લોકજાગૃતિનું કામ કરે છે. ખાસ કરીને ચરોતર વિસ્તારમાં આવેલા મગરોની ગણતરી અને તેમના સંરક્ષણ માટેની પ્રવૃતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે.
First published: May 8, 2019
વધુ વાંચો
अगली ख़बर