મોદીએ અમૂલના રૂ. 300 કરોડના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

News18 Gujarati
Updated: September 30, 2018, 2:22 PM IST
મોદીએ અમૂલના રૂ. 300 કરોડના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા મોદી

મોદીની મુલાકાતને પગલે આણંદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

  • Share this:
આણંદઃ નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાત મુલાકત સંદર્ભે સૌપ્રથમ અમદાવાદ એરપોર્ટથી સીધી આણંદ આવી પહોંચ્યા હતા. આણંદ ખાતે મોદીએ રૂ. 300 કરોડના ખર્ચે તૈયાર થયેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીની મુલાકાતને પગલે આણંદ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ 12 વાગ્યે અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટિક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ઉદ્ઘાટન માટે તેમણે અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટની મુલાકાત પણી લીધી હતી.

આ પણ વાંચોઃ વતનમાં મોદી, જાણો આખો કાર્યક્રમ

ચોકલેટ પ્લાન્ટ ખાતે મોદી


આણંદમાં કુલ રૂ. 1120 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

અમૂલના ચોકલેટ પ્લાન્ટ ઉપરાંત મોદીએ અમૂલના જ અન્ય પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ નવા પ્રોજેકટોથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1500 કરોડની વધુ આવક થશે. મોદીએ લોકાર્પણ કરેલા વિવિધ છ પ્રકલ્પોમાં અમૂલ ડેરીમાં રૂપિયા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂપિયા 450 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત વિદ્યા ડેરી ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયેલો સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રિમ પ્લાન્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્કુબેશન સેન્ટર-કમ-સેન્ટર ઓફ એકસલન્સ ઇન ફૂડ પ્રોસેસિંગ ફોર પ્રમોટીંગ એન્ટરપ્રિનોયર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદ્દઘાટન કર્યું હતું.



આ ઉપરાંત અમૂલ ડેરી દ્વારા રૂપિયા 100 કરોડના ખર્ચે અમૂલ મિલ્ક પ્રોસેસિંગ, વિસ્તરણ, પેકેજીંગ, બટર મેન્યુફેકચરિંગ તથા રૂપિયા 100 કરોડના ખર્ચે ખાત્રજ ખાતે અમૂલ ચીઝ પ્લાન્ટ, પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે રોજના 15 લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા રૂપિયા 150 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા પ્લાન્ટનો શિલાન્યાસ પણ મોદીએ કર્યો હતો.
First published: September 30, 2018, 11:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading