નડિયાદ : ક્વૉરન્ટાઇન કરેલી મહિલાના ઘરમાં જ વેચાતો હતો દેશી દારૂ, ગ્રામજનોમાં રોષ

નડિયાદ : ક્વૉરન્ટાઇન કરેલી મહિલાના ઘરમાં જ વેચાતો હતો દેશી દારૂ, ગ્રામજનોમાં રોષ
પ્રતિકાત્મક તસવીર

ગામમાં હોમ ક્વૉરન્ટાઇન કરેલાનાં ઘરમાં દેશી દારૂો ઘંઘો તાલતો હોવાની માહિતી મળતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો હતો.

 • Share this:
  નડીયાદ : મહેમદાવાદ તાલુકાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહેમદાવાદ તાલુકાના રીંછોલ ગામમાં હોમ ક્વૉરન્ટાઇન કરેલાનાં ઘરમાં દેશી દારૂો ઘંઘો તાલતો હોવાની માહિતી મળતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો હતો. જે બાદ ગ્રામજનોએ સરપંચને જાણ કરી હતી.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, મહેમદાવાદ તાલુકાના રીંછોલ ગામમાં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં એક મહિલાને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સરોજબેન પરમારને ગાંધીનગર જિલ્લામાંથી લાવવામાં આવી હતી. જેથી આ બનાવની જાણ આરોગ્ય તંત્રને થતા તંત્ર દ્વારા ઘરને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યુ હતુ. જે બાદ મહિલાના ઘરના પરિવારજનો ઘરમાં દેશી દારૂનુ વેચાણ કરતા હોવાની વાત ગામના લોકોએ સરપંચ અને તલાટી અને ડે. સરપંચને કરી હતી. જેથી તેઓએ જ્યાં રહે છે તે વિસ્તારમા જઇને તપાસ કરી હતી.  આ પણ વાંચો - નર્મદા : લૉકડાઉનની અસર! ડહોળી કરજણ નદી ચોખ્ખી થઈ, પાણી પીવાલયક બન્યું

  આ બનાવ અંગે રીછોલ ગામના સરપંચ શિવીબેન અર્જુનભાઇ પરમારે જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા અમે સ્થળ પર પહોચ્યા હતા. હોમ ક્વૉરન્ટાઇન કરેલ ઘરમાં પ્રતિબંધિત વસ્તુનુ વેચાણ ન કરવા જણાવ્યુ હતુ. જોકે. બીજી તરફ આ બનાવ અંગે હજી સ્થાનિક પોલીસને કોઇ જાણ કરવામાં આવી નથી.

  થોડા દિવલ પહેલા રાજકોટમાં પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. કુવાડવામાં રહેતાં કુંવરજીભાઇ ધનાભાઇ બાહુકીયા નામના 95 વર્ષીય વૃધ્‍ધે રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનાને પગલે સરપંચ સંજયભાઈ પીપળીયા સહિતનાઓ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્‍ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કુંવરજીભાઇ 3 ભાઇ અને 1 બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં 4 પુત્ર છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે, કુંવરજીભાઇને બીડી પીવાનું બંધાણ હતું પરંતુ લોકડાઉનમાં તેમને બીડી મળતી ન હોઇ તકલીફમાં મુકાઇ ગયા હતાં. પુત્રો અને પરિચિતોએ અગાઉ ક્‍યાંકથી થોડી ઘણી બીડીઓ લાવી દીધી હતી જેનો તે એકાંતરે ઉપયોગ કરતાં હતાં.

  આ પણ જુઓ - 

  First published:May 12, 2020, 07:51 am

  टॉप स्टोरीज