જનક જાગીરદાર, આણંદઃ ગુજરાતમાં (Gujarat news) રોજેરોજ ક્યાંકના ક્યાંક માર્ગ અકસ્માતની (Accident) ઘટનાઓ બનતી રહે છે ત્યારે આણંદના બોરસદમાં (anand borsad news) પણ એક લક્ઝરી બસને (Luxury bus accident) અકસ્માત નડ્યો હતો. બેકાબૂ ફૂલ સ્પીડથી આવતી બસ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં ભારે (Luxury bus enter in home) અફરાતફરી મચી ગઈ હતી. ખાનગી બસ ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ કરતાં બેકાબૂ બસ એક સોસાયટીના ઘરમાં ધડાકાભરે ઘૂસી ગઈ હતી. ઘટનાના પગલે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંચ્યા હતા. જ્યારે આસપાસના રહીશોએ હણ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને બસ ડ્રાઈવરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરીહતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આણંદના બોરસદ તાલુકાના એક ગામમાં આવેલી સંસ્કાર સોસાયટીમાં આજે શુક્રવારે એક બેકાબૂ લક્ઝરી બસ (Luxury bus accident) અચાનક ઘરમાં ઘૂસી ગઈ હતી. મેહુલ ઈશ્વલભાઈ પટેલના ઘરમાં બસ ઘૂસતા સદનસિબે કોઈ જાન હાની થઈ ન્હોતી. જોકે, આસપાસના રહીશો પહોંચીને હોબાળો મચાવ્યો હતો. અને ડ્રાઈવરને પકડી પાડ્યો હતો.
લક્ઝરી બસમાં 35થી વધું પેસેન્જરને લઈને મુંબઈથી ભાવનગર જતી આ બસ અચાનક ઘરમાં ઘુસી જતા રહેણાંક વિસ્તારના નાગરિકો અને પેસેન્જરોનો જીવ પણ જોખમમાં મુકાયો હતો. તેને લઈ ડ્રાઈવર અને ગાડી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
સ્થાનિકોના જણાવ્યાં મુજબ દક્ષિણ ગુજરાત અને મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ જતી અનેક ખાનગી બસો ડાભાસી ખાતે આવેલા ટોલનાકાની રકમ બચાવવા આવી રીતે અંતરિયાળ ગામમાંથી પેસેન્જરોનો જીવ જોખમમાં મૂકી પસાર થાય છે. ડભાસી ટોલ નાકે રકમ ભરવી ન પડે તે માટે વહેરા, કાવીઠા ગામ થઈ પેટલાડના માણેજ તરફ નીકળે છે.
અન્ય એક સ્થાનિકે ગંભીર બાબત તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે, આ ખાનગી બસ જો આ ઘરમાં ન ઘુસાડી હોત તો ત્યાં નજીક જ આવેલી ઈલેક્ટ્રિક ડીપીમાં પટકાઈ હોત અને મોટી દુર્ધટના સર્જાઈ હોત.
ટોલની રકમ બચાવવા અથવા અન્ય કારણોસર આ રીતે બસ ચલાવનારા બસ સંચાલકો અને ડ્રાઈવરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ સ્થાનિકોમાં ઉઠી છે.
હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું કે, આ મામલે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે તપાસની સૂચના આપવામાં આવી હતી. આમા પહેલા જ દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ કરવામાં આવી છે. આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ આરોપીઓ છટકી ના શકે તે ગૃહમંત્રાલયની નજરમાં હતુ. પોલીસની ટીમે તપાસ માટે 24 ટીમો બનાવીને તપાસ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર