મુકેશ હરજાણી કોમનમેનથી કેવી રીતે બન્યો ગેંગસ્ટરઃજાણો કહાણી

News18 Gujarati | Pradesh18
Updated: October 21, 2016, 4:14 PM IST
મુકેશ હરજાણી કોમનમેનથી કેવી રીતે બન્યો ગેંગસ્ટરઃજાણો કહાણી
વડોદરાઃવડોદરા સહિત સમગ્ર રાજયમાં હાહાકાર મચાવનાર કુખ્યાત ગેગસ્ટર મુકેશ હરજાણીની મોડી રાત્રે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

વડોદરાઃવડોદરા સહિત સમગ્ર રાજયમાં હાહાકાર મચાવનાર કુખ્યાત ગેગસ્ટર મુકેશ હરજાણીની મોડી રાત્રે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

  • Pradesh18
  • Last Updated: October 21, 2016, 4:14 PM IST
  • Share this:
વડોદરાઃવડોદરા સહિત સમગ્ર રાજયમાં હાહાકાર મચાવનાર કુખ્યાત ગેગસ્ટર મુકેશ હરજાણીની મોડી રાત્રે જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા વૃદાવન ટાઉનશીપના ગેટ પાસે કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી અને તેના સાગરીતો વચ્ચે દારૂના ધંધામાં વર્ચસ્વ જમાવવા માટે બેઠક મળી હતી.જે બેઠકમાં કોઈક કારણોસર બોલાચાલી થતા બેઠક લોહીયાળ બની હતી.કુખ્યાત ગેંગસ્ટર મુકેશ હરજાણી પર ટવેરા કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી 8 રાઉન્ડ ગોળીબાર કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.ત્યારબાદ તેના પરથી કાર ચઢાવીને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

મહત્વની વાત છે કે મુકેશ હરજાણીને તેના જ સાગરીતો લાલુ સિંધી, વિજુ સિંધી અને અદો પરમાર તેના ઘરેથી દારૂની મહેફિલ માણવા તેમજ દારૂના ધંધા અંગે વાતચીત કરવા પપ્પુ શર્માના ઘરે લાવ્યા હતા.કુખ્યાત ગેંગસ્ટરની ફાયરિંગ કરી હત્યા કરી દેવાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.

મુકેશ હરજાણીએ કારકિર્દીની શરૂઆત એક બેકરીના ડિલીવરી બોયથી કરી હતી. શરૂઆતમાં તે સુપર બેકરીના ટેમ્પોનો ડ્રાઇવર હતો. ત્યારબાદ તેણે મર્ડર, ખંડણી, અપહરણ સહિતના 36 ગુનાઓ કર્યા હતા.

મકેશ હરજાણીએ ગુનાહની શરુઆત વર્ષ 1997-98માં કર્યા હોવાની માહિતી પોલીસ ચોપડે નોંધાયેલી છે.મુકેશ હરજાણીએ સૌથી પહેલા સુપર બ્રેડના માલિક આહુજાનુ અપહરણ કરી ખંડણી વસુલી કરી હતી.નોંધનીય તો એ છે કે મુકેશ સુપર બ્રેડની કંપનીમાંજ ટેમ્પો ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેને ખ્યાલ હતો કે તેના માલિક પાસે ખુબજ રુપિયા છે. પોલીસે તેને પકડી લીધા હતા પરંતુ ત્યાર બાદ પણ તે આહુજા પાસેથી ખંડણી વસુલી કરતો રહ્યો હતો.ત્યાર બાદ તેને ખંડણી વલુસી કરવાનો એક ધંધો બનાવી દીધો હતો.એવુ પણ કહેવાય છે કે મુકેશ પાસે 50થી વધુ સગારિતો સાગરિતો હતા અને  જે તેના માટે કામ કરતા હતા અને વિશ્ર્વાસુ હતા.

દારૂની ટ્રકો લૂંટી લેવાની હતી મોડસ ઓપરેન્ડીસ

પોલીસના અધિકારીઓના કહેવા પ્રમાણે મુકેશ હરજાણી તેના સાગરિત વિજુ સિઁધીના કારણે દારુના ધંધામાં આવ્યો અને ધીરે-ધીરે મધ્ય ગુજરાતમાં પોતાની પકડ બનાવી લીધી.મહત્વનુ છે કે મુકેશે દારુના ધંધામાં એક નવી મોડસ ઓપરેન્ડી લઈને આવ્યો.બહારના રાજ્યોથી જે પણ દારુની ટ્રકો આવતી હતી તે લુંટી લેતો હતો અને દારુ વેંચી મારતો હતો.અન્ય દારુના વેપારીઓ ફરિયાદ પણ દાખલ કરાવી શકતા ન હતા કારણ કે દારુની હેરાફેરી  ગેરકાયદેસર છે.ત્યાર બાદ તેને તમામ બુટેલગરો સાથે મિટીંગ કરી અને દરેક બોટલ ઉપર પોતાનો હપ્તો નક્કી કર્યો અને દારુના ધંધામાં તેને ખંડણીની વસુલી શરુ કરી દીધી.

તેને વડોદરામાં એક ગણેશ નામના વેપારીની જાહેરમાં હત્યા કરી નાખી હતી તે સિવાય નડિયાદમાં એક વ્યકિત જે મુકેશ સામે સાક્ષી હતો તેની પણ હત્યા કરી નાખી હતી.મુકેશે એક એવી મોડ ઓપરેન્ડી અપનાવી હતી જેમાં તે સાક્ષીઓને ટાર્ગેટ કરતો હતો. જેથી તેની સામે કોઈ જુબાનીના આપી શકે.મુકેશ સામે 42થી વધુ ગુનાઓ નોંઘાયેલા છે જેમાં 12 જેટલા હત્યાના છે.નોંધનીય છે કે મોટા ભાગના કેસમાં તે નિદ્રોષ સાબિત થઈ ચુક્યો છે.મુકેશ એટલો ખતરકનાક હતો કે તેને ક્રાઈમ બ્રાંચના પીઆઈને પણ ધમકી આપી ચુક્યો છે.


મુકેશની એક એવી વાત પણ સામે આવી છે કે તેના થોડાક વર્ષો પહેલા તેને એક નેતાના સગાનુ અપહરણ પણ કર્યુ હતુ અને જેમાં તેને કરોડો રુપિયાની ખંડણી વસુલી કરી હતી નોંધનીય છે કે આ કેસમાં એક ઉચ્ચ અધિકારીની સંડોવણીની વાત પણ સામે આવી હતી.પોલીસ સુત્રોના કહેવા પ્રમાણે મુકેશની મહિલા મિત્રો પણ અનેક હતી પરંતુ તે જલ્દી કોઈની ઉપર વિશ્ર્વાસ કરતો ન હતો.


ધરપકડથી બચવા રોજનું 1000કિલો મીટર ટ્રાવેલિંગ કરતો

વોન્ટેડ હતો ત્યારે હરજાણી પોલીસથી બચવા રોજનુ 1000 કિલોમીટર ટ્રાવેલીંગ કરતો હતો. જેથી કોઈના હાથમાં આવી ના શકે.મુકેશ હરજાણી પોતાની પાસે 100થી 150 સીમકાર્ડ રાખતો હતો અને 15થી 20 મોબાઈલ પણ રાખતો હતો અને એક વાર જ એક સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો ત્યાર બાદ તે ફેંકી દેતો હતો.


 મુકેશ હરજાણી જ્યારે પણ કોઈ અપરહણ કરતો હતો અને ખંડણી માટે ફોન કરતો હતો ત્યારે કોઈ પણ ચાર રસ્તા પર આવીનેજ ફોન કરતો હતો અને ત્યાર બાદ મોબાઈલ બંધ કરી દેતો હતો.પોલીસ જ્યારે પણ તે લોકેશન કઢાવે તો તે ચાર રસ્તાનુ આવતુ હતુ. જેથી પોલીસને પણ ખ્યાલ ન હતો આવતો કે મુકેશ ક્યાં ગયો હશે.મુકેશને એ તમામ વસ્તુનો ખ્યાલ હતો કે પોલીસ કંઈ રીતે તેનો ફોન ટ્રેપ કરી રહી છે અને કંઈ રીતે તે પોલીસના હાથ થી બચી શકે છે.
 

પોલીસની આ દિશામાં તપાસ

કુખ્યાત મુકેશ હરજાણીના હત્યા પાછળ પોલીસ ત્રણ થીયરીના આધારે તપાસ કરી રહી છે.જેમાં કુખ્યાત ગેંગસ્ટર કલ્પેશ કાછીયાએ સમાચાર પત્રોમાં માફી માંગતી જે જાહેરાત આપી હતી તે ગુમરાહ કરવા માટે આપી હતી કે કેમ, બીજી થીયરીની વાત કરીએ તો દારૂના ધંધામાં વર્ચસ્વ જમાવવા માટે અંદરોઅંદરનો ઝઘડો, તેમજ મુકેશ હરજાણીના જ સાગરીત એન્થોની સાથેની મતભેદની અદાવત પર પોલીસે હાલ તપાસનો દોર શરૂ કર્યો છે.

કુખ્યાત મુકેશ હરજાણી અને તેના ગુનાહિત ઈતિહાસ

- મુકેશ દોલતરામ હરજાણીનો જન્મ વારસીયા વિસ્તારમાં થયો

- પિતા દોલતરામ સાથે બેકરીનો ટેમ્પો ચલાવાથી શરૂ કરી કારર્કિદી
- સામાન્ય ઝઘડામાં પિતા-પુત્રએ મળી બેકરી સંચાલકની કરી હત્યા
- મુકેશ હરજાણી ત્યારબાદ બન્યો ગેંગસ્ટર અને બૂટલેગર
- આણંદના અલ્પેશ પટેલ ઉર્ફે ચાકા હત્યાકાંડમાં નામ
- વડોદરાના રમેશ હાંડે હત્યા કેસમાં નામ
- મુકેશ હરજાણી પર નોંધાયા છે 45થી વધુ ગુનાઓ
- વડોદરામાં નોંધાયા છે 36 ગુનાઓ
- સુરત, અમદાવાદ અને આગ્રામાં નોંધાયા છે કુલ 3 ગુનાઓ
- રાજકોટમાં નોંધાયા છે 3 ગુનાઓ
- ખંડણી, હત્યા, અપહરણ, હત્યાની કોશિશ, લૂંટ જેવા ગુનાઓમાં સંડોવણી
- એક માસ અગાઉ જ રાજકોટ જેલમાંથી છુટયો હતો મુકેશ હરજાણી.
First published: October 21, 2016, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading