આણંદઃ દાગીના માટે સાસુએ સીમમાં થાંભલે બાંધી પુત્રવધૂને જીવતી સળગાવી

News18 Gujarati
Updated: February 8, 2019, 6:00 PM IST
આણંદઃ દાગીના માટે સાસુએ સીમમાં થાંભલે બાંધી પુત્રવધૂને જીવતી સળગાવી

  • Share this:
ઘનશ્યામ પટેલ, અમદાવાદ

સમાજમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, મહિલાઓ પર અત્યાચાર અટકાવવાની વાતો થાય છે, પરંતુ હકીકતમાં સમાજમાં મહિલાઓની સ્થિતિ આજે પણ બત્તર હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આણંદમાં એક પરિણીતાને તેની જ સારુએ થાંભલા સાથે બાંધી જીવતી સળગાવી હતી. ઘટનામાં પરિણીતા ગંભીર રીતે દાજી ગઇ અને હાલ તે સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આણંદના બદલપુર મોતીપુરા સીમમાં એક સાસુએ તેની પુત્રવધુને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી સાસુએ લગ્નમાં આવેલા સોનાના દાગીના મેળવવા માટે માત્ર 14 મહિના પહેલા જ પરણીને આવેલી વહુ પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. એવામાં ગુરુવારે મોતીપુરા સીમમાં ફરિયાદી પરિણીતાને તેની સાસુ અને સસરાએ થાંભલા સાથે બાધી કેરોસીન છાટ્યું અને ત્યારબાદ સાસુએ દિવાસળી ચાંપી દીધી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ આ રાજ્યમાં સરકાર દુલ્હનને આપશે 1 તોલું સોનું

સાસુના અત્યારબાદ પરિણીતા ગંભીર રીતે દાજી ગઇ છે, અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી બાજુ સમગ્ર ઘટના અંગે પરિણીતાએ વિરસદ પોલીસ સ્ટેશનમાં તેની સાસુ અને સસરા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
First published: February 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading