લો બોલો! પૂર્વ ઉદ્યોગપ્રધાન રોહિત પટેલે નગર પાલિકાની ચૂંટણી લડવા ટિકિટ માંગી

આણંદ બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટની માંગ કરી હતી, પરંતુ તેમને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી ન હતી...

kiran mehta | News18 Gujarati
Updated: January 10, 2018, 8:18 PM IST
લો બોલો! પૂર્વ ઉદ્યોગપ્રધાન રોહિત પટેલે નગર પાલિકાની ચૂંટણી લડવા ટિકિટ માંગી
આણંદ બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટની માંગ કરી હતી, પરંતુ તેમને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી ન હતી...
kiran mehta | News18 Gujarati
Updated: January 10, 2018, 8:18 PM IST
ભાજપના એક પૂર્વ ઉદ્યોગપ્રધાન અને ધારાસભ્યએ નગર પાલિકાની ચૂંટણી લડવા માટે ટિકિટ માગતા ગુજરાત ભાજપમાં કૂતૂહલ સર્જાયું છે.

મળતી માહિતી મુજબ, રાજ્યકક્ષાના પૂર્વ ઉદ્યોગપ્રધાન રોહિત પટેલે કરમસદ નગર પાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી મોવડી મંડળને આના માટે રજૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે રોહિત પટેલે હમણાં જ યોજવામાં આવેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટની માંગ કરી હતી, પરંતુ તેમને વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જેના માટે લગભગ ફેબ્રુઆરીમાં મતદાન યોજવામાં આવશે. જેના માટે હવે ભાજપ અને કોંગ્રે બંને પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે બે દિવસ પહેલા જ ગામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી છે.
First published: January 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर