આણંદ : 15 વર્ષનાં કિશોરે 6 વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

News18 Gujarati
Updated: July 16, 2019, 10:44 AM IST
આણંદ : 15 વર્ષનાં કિશોરે 6 વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
પ્રતિકાત્મક તસવીર

બાળકનાં ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવાને કારણે આ આખો મામલો સામે આવ્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આણંદ પાસેનાં એક ગામમાં 15 વર્ષનાં કિશોરે 6 વર્ષનાં બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. રવિવારે રાતે આ કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. બાળકનાં ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવાને કારણે આ આખો મામલો સામે આવ્યો હતો. બાળકનાં પરિવારે કિશોર વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

'પેલાએ આંગળી નાંખી હતી'

આ મામલે થયેલી મળતી માહિતી પ્રમાણે આણંદ પાસે આવેલા એક ગામની પ્રાથમિક શાળામાં 5થી 15 વર્ષના છોકરાઓ ક્રિકેટ રમવા ભેગા થાય છે. 6 વર્ષનો બાળક રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો ત્યારે તેના પગ નીચેથી લોહી નીકળતું હતું. બાળકનાં ફોઇએ પૂછ્યું કે આ શું થયું. ત્યારે બાળકે રડમસ અવાજમાં કહ્યું કે, 'પેલાએ આંગળી નાંખી દીધી હતી.' જે બાદ પરિવારજનો 15 વર્ષનાં કિશોરનાં ઘરે જઇને આખી ઘટના કહી હતી.

આ પણ વાંચો : સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, આરોપીના પિતા કહેતા- જાવ મજા કરો

કિશોરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલ્યો

જ્યારે કિશોરને પૂછ્યું કે તે આ બધું કર્યું છે તો તેને પહેલા ના કહ્યું હતું. પરંતુ તેને પોલીસ આવીને લઇ જશે એમ કહેતા જ તેણે ગુનાની કબૂલાત કરી હતી. જે બાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ જ ઘટનાસ્થળે આવીને સગીર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. સગીરને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે સમગ્ર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ખાતેના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
Loading...

પહેલા પણ આવું કર્યું હતું

સગીરે અગાઉ 2થી 3 વાર આ જ બાળકના ગુપ્ત ભાગે આંગળી નાખી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે બાળકે પહેલા પણ ઘરે ગુપ્ત ભાગે દુ:ખતું હોવાનું કહ્યું હતું.
First published: July 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...