અદભૂત નજારો! આણંદના કુંજરાવમાં પૃથ્વી પાસેથી પસાર થતી ઉલ્કા દેખાઈ, ખેડૂતે દ્રશ્ય કર્યું કેમેરામાં કેદ

News18 Gujarati
Updated: April 29, 2020, 10:09 PM IST
અદભૂત નજારો! આણંદના કુંજરાવમાં પૃથ્વી પાસેથી પસાર થતી ઉલ્કા દેખાઈ, ખેડૂતે દ્રશ્ય કર્યું કેમેરામાં કેદ
તસવીર NASA

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ યૂકેના સમયાનુસાર 29 એપ્રિલની સવારે 10.56 વાગ્યે આ ઉલ્કાપિંડ પૃથ્વીથી માત્ર 3.9 મિલિયન મીલના અંતરેથી પસાર થઇ હતી.

  • Share this:
આણંદઃ 29 એપ્રિલના દિવસે પૃથ્વી પાસેથી વિશાળકાય ઉલ્કા પસાર થવાની હતી. આણંદના એક ખેડૂતનો દાવો છે કે તેણે ઉલ્કાનો નજારો જોયો હતો. તેણે આ નજારો કેમેરામાં કેદ કર્યો હતો. વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, એક વિશાળકાય ઉલ્કા પૃથ્વી પાસેથી પાસર થવાની હતી.

મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના ઉમરેઠ પાસે આવેલા કુંજરાવ સીમના ખોબલીપુરાના ભિલેશ્વર વિસ્તારમાં ઉલ્કા દેખાયાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ખેડૂતે ઉલ્કા દેખાયાનો દાવો કર્યો છે. અને ઉલ્કાના નજારાને કેમેરામાં કેદ કરી હોવાનું પણ જણાવે છે.

ઉલ્લેખનયી છે કે હિમાલયથી અનેક ગણી મોટી ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ યૂકેના સમયાનુસાર 29 એપ્રિલની સવારે 10.56 વાગ્યે આ ઉલ્કાપિંડ પૃથ્વીથી માત્ર 3.9 મિલિયન મીલના અંતરેથી પસાર થઇ હતી. જોકે આ અંતર વધારે કહેવાય પરંતુ અવકાશમાં આ અંતર ઘણુ ઓછુ માનવામાં આવે છે.

આ ઉલ્કાનું નામ Asteroid 1998 OR2 છે અને આ સદીના અંત પહેલા ફરી એકવાર તે પૃથ્વીની નજીકથી પસાર થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વિજ્ઞાનીકો મુજબ 2029માં આ ઉલ્કા ફરીવાર પૃથ્વીના નજીકથી પસાર થશે.

આ ઉલ્કાને સંભવિત ખતરનાક વસ્તુ (PHO)ના રુપમાં વર્ગીકૃત કરવામાં આવ્યુ હતુ, કારણ કે તે 140 મીટરથી મોટો છે અને પૃથ્વીની કક્ષામાં પાંચ મિલિયિન મીલના વિસ્તારમાં આવ્યો હતો.

જોકે આ ઉલ્કાને લઇને વિજ્ઞાનીકો દ્વારા પૃથ્વીને ભારે નુકસાન પહોંચાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે કોઇપણ પ્રકારનુ નુકસાન પહોંચાડ્યા વગર આ ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થઇ ચૂકી છે.
First published: April 29, 2020, 10:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading