આક્ષેપ કરવા કરતા મહેસાણા ડેરીને પોતાના વહિવટ ઉપર ધ્યાન આપવું જોઇએઃ આર.એસ.સોઢી

News18 Gujarati
Updated: April 22, 2019, 4:18 PM IST
આક્ષેપ કરવા કરતા મહેસાણા ડેરીને પોતાના વહિવટ ઉપર ધ્યાન આપવું જોઇએઃ આર.એસ.સોઢી
અમૂલ ફેડરેશનના એમડી આર.એસ. સોઢી

સોઢીએ જણાવ્યું હતું કે ફેડરેશન ઉપર આક્ષેપ કરવા કરતા મહેસાણાને પોતાના વહિવટ ઉપર ધ્યાન આપવું જોઇએ.

  • Share this:
ઘનશ્યામ પટેલ, આણંદઃ મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન દ્વારા અમૂલ ઉપર 275 કરોડ રૂપિયા લેવાના નીકળતા હોવાનો આરોપ લગાવ્યો હતો. દૂધસાગર ડેરીની સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત કરોડો રૂપિયા અમૂલ પાસેથી લેવાના નીકળતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ અંગે સ્પષ્ટતા કરવા માટે અમૂલના એમડી આર.એસ.સોઢીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે લગાવવામાં આવેલા કેટલાક ખુલાસા કર્યા હતા. સોઢીએ જણાવ્યું હતું કે ફેડરેશન ઉપર આક્ષેપ કરવા કરતા મહેસાણાને પોતાના વહિવટ ઉપર ધ્યાન આપવું જોઇએ.

છેલ્લા કેટલાક સમયથી મહેસાણા દૂધસાગર ડેરી અમૂલ ફેડરેશન ઉપર કેટલાક આક્ષેપો કરી રહી છે જેમાં કેપેસીટીમાં વધારો, દિલ્હીમાં દૂધનું વેચાણ વધારવા અને અમૂલ પાસેથી કરોડો રૂપિયા બાકી નીકળતા હોવાના આક્ષેપો કર્યા છે. જેના જવાબમાં સોઢીએ જણાવ્યું હતું કે, મહેસાણા દૂધસાગર ડેરીની દૂધની કેપેસીટી 18થી 19 લાખ લિટર રહી છે. જેમાં એક લિટરનો પણ વધારો થયો નથી.

આમ છતાં તેણે એક પછી એક એમ કુલ 1500-1600 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. જેનું વાર્ષીક વ્યાજ અને ઘસારા પેટે રૂ.300-400 કરોડ રૂપિયા આવે છે. આમ વધારાના રોકાણના કારણે ડેરી ઉપર દેવું વધ્યું છે. સાથે સાથે સોઢીએ મહેસાણા ડેરીની દૂધની ગુણવત્તાને વખાણી હતી. સોઢીએ જણાવ્યું હતું કે ફેડરેશન ઉપર આક્ષેપ કરવા કરતા મહેસાણાને પોતાના વહિવટ ઉપર ધ્યાન આપવું જોઇએ.

દિલ્હીમાં દૂધના વેચાણ અંગે સોઢીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં 11 લાખ લિટર દૂધ મહેસાણા ડેરીનું છે જેની સામે ડેરીનું દૂધની કેપેટસીટી 18-19 લાખ છે. મહેસાણા પાસે વધારે માત્રામાં દૂધ જ નથી તો કેવી રીતે દિલ્હીમાં તેનું વેચાણ કરી શકાય.

આ ઉપરાંતે અમૂલ પાસેથી લેવાના નીકળતા રૂપિયા સોઢીએ જણાવ્યું હતું કે, અમે દરેક ડેરીઓ સાથે લેવડદેવડ કરીએ છે. એટલે વ્યવહારીક દેવડ દેવડ થતી હોય છે. આ રકમ પાછળની લેણા રકમ નથી. પરંતુ વ્યવહારીક લેવદદેવડ છે એપ્રિલ મહિનાના 300 કરોડ રૂપિયા આપવાના હતો જેમાં 210 કરોડ રૂપિયા અમે ચૂકવી દીધા છે તો આ કેવી રીતે નાણા બાકી નીકળે?

બીજી તરફ દૂધસાગર ડેરીએ કરેલા વધારાના રોકાણ અંગે દૂધસાગર ડેરીના એમ.ડી. નિશિથ બક્ષીએ જણાવ્યું હતું કે, અમે જે ડીરોની સ્થાનપના કરી છે એ આગળના એમડીની મંજૂરી લઇને જ કરી છે. ત્યારબાદ સોઢી સાહેબ આવ્યા છે અને તેમને મહેસાણા ડેરી અંગે કંઇ ખૂંચતું હોય તો ખબર નહીં. અમારી દૂધ ઉત્પાદકો સહિતની એક માંગ છે કે મોતી સાગર ડેરી, માનસાગર ડેરીના દૂધનો યોગ્ય વપરાસ થાય. મહેસાણા ડેરીને નીચું દેખાડવા માટે ફેડરેશનના ઉચ્ચ અધિકારીઓ બેન્કોને ફોન કરીને કહે છે કે, વધારાના રૂપિયા આપવા નહીં. આ દુખદ વાત છે. અને આ વાત મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે પણ દુખત વાત છે.
First published: April 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading