Home /News /madhya-gujarat /

આણંદઃ પરિણીતા પર ગેંગરેપ, અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી

આણંદઃ પરિણીતા પર ગેંગરેપ, અશ્લીલ વીડિયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી

પોલીસે ફરિયાદ લઈને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી

    આણંદ શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શુક્રવારે દલિત કિશોરી પર ત્રણ યુવકનું સામુહિક દુષ્કર્મ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. બે દિવસમાં બળાત્કારની બે ઘટના સામે આવતા શહેરમા ચકચાર મચી જવા પામી છે.

    બનાવની વિગત જોઈએ તો આણંદની ગ્રીડ ચોકડી પાસેથી પસાર થતી એક 25 વર્ષીય પરિણીતાને શહેરના જ બે યુવકોએ હાથ પકડી બાઈક પર બેસી જવા બળજબરી કરી હતી. પરિણીતાએ આ વાતનો વિરોધ કરતા કામાધ બનેલા બંને યુવકોએ પરિણીતાને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને ઉઠાવી ગયા હતા. બાદમાં બંનેએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે પરિણીતાની ફરિયાદ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

    પરિણીતાની ફરિયાદ પ્રમાણે બંને યુવકો તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતા હતા. બંનેએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને બંને તેને ગેરલાભ ઉઠાવતા હતા.

    બોરસદમાં દલિત કિશોરી પર સામુહિત દુષ્કર્મ

    શુક્રવારે આણંદ જિલ્લાના બોરસદમાં એક દલિત કિશોરી પર સામુહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. માહિતી પ્રમાણે કિશોરી પણ ત્રણ યુવકોએ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ ત્રણેય યુવકોએ સગીરાને માર માર્યો હતો. બળાત્કાર અને માર મારવાથી બેભાન બની ગયેલી કિશોરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્રણેય યુવકોએ કિશોરી સાથે અનેક વખત આણંદ શહેરના વિવિધ ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. વારંવાર બળજબરી અને દુષ્કર્મથી કંટાળેલી કિશોરીએ વિરોધ કરતા તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Anand city, Borsad, Dalit teenager rape, Gang rape, Married woman, Video, Vrial, Woman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन