આણંદ જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદ, ખેડૂતોની મુશ્કેલી વધી

News18 Gujarati
Updated: October 22, 2019, 6:33 PM IST
આણંદ જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદ, ખેડૂતોની મુશ્કેલી વધી
ધર્મજમાં વરસાદ

પેટલાદ તાલુકાના બૃહદ ચરોતરનું પેરિસ ગણાતા ધર્મજમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને બાગાયત પાકો અને રોકડીયા પાકોમાં નુકશાની ભોગવવાનો વારો આવ્યો

  • Share this:
જનક જાગીરદાર, આણંદ: જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદ પડ્યો છે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

આણંદ જિલ્લાના ચરોતરના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાયું અને આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ પણ થયો. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બૃહદ ચરોતરનું પેરિસ ગણાતા ધર્મજમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને બાગાયત પાકો અને રોકડીયા પાકોમાં નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ધર્મજ ગામના ખેડૂતોના જણાવ્યું મુજબ આવા કમોસમી વરસાદથી ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ધર્મજ ગામ બોરસદ બગોદરા હાઇવે માર્ગ પર આવેલ છે આજે વહેલી સવારથીજ વાતાવરણમાં જે પલટો આવ્યો તેની અસર ધર્મજ ગામના ખેડૂતો પર થઇ છે, વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ ધર્મજ ગામ થતા બાગાયતી પાક ડાંગર તેમજ રોકડીયા પાક, શાકભાજી, મરચી તેમજ તમાકુના પાકને નુકશાન થયું છે.

ધર્મજના સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદ વધુ થયો છે અને આજે ફરી વાતાવરણ બદલાતા વરસાદ પડ્યો છે. સ્થાનિક ધર્મજ ગામના ખેડૂત કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ, આ ઋતુમાં વરસાદ ઘણો પડ્યો છે અને આજે પણ વરસાદ પડ્યો જેને કારણે અમાંરા ડાંગર, બાજરી, મરચી અને તામુકૂના પાકને નુકશાન થયું છે.

ધર્મજ ગામના વડીલ ખેડૂત ગુણવંતરાય દવે જણાવ્યું કે, ધાન્ય પાકો અને રોકડીયા પાકોની ધર્મજમાં ખેતી થાય છે અને આ બંને પ્રકારના પાકોમાં ખેડૂતોને આજના કમોસમી વરસાદથી નુકશાન થયું છે.
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर