આણંદઃલગ્નવાચ્છુંક જોડે રૂપિયા લઇ પત્ની બનતી પછી શું કરતી ટોળકી જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 16, 2017, 6:31 PM IST
આણંદઃલગ્નવાચ્છુંક જોડે રૂપિયા લઇ પત્ની બનતી પછી શું કરતી ટોળકી જાણો
પરણવાની લ્હાયમાં લગ્નવાંચ્છુકો છેતરપીંડીની ભોગ બનતા હોય છે આવા યુવકોને પોતાની જાળમા ફસાવતી ટોળકી પોલીસને હાથે ઝડપાઇ ચુકી છે. આ ટોળકી પૈસા પડાવી અને થોડા દિવસ માટે ટોળકીની સાગરિત મહિલાને પત્ની તરીકે રાખતી અને પછી યુવકોને અપહરણ સહિતના ગુનામાં ફીટ કરવાની ધમકી આપી વધુ રુપિયા આ ટોળકી પડાવતી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 16, 2017, 6:31 PM IST
પરણવાની લ્હાયમાં લગ્નવાંચ્છુકો છેતરપીંડીની ભોગ બનતા હોય છે આવા યુવકોને પોતાની જાળમા ફસાવતી ટોળકી પોલીસને હાથે ઝડપાઇ ચુકી છે. આ ટોળકી પૈસા પડાવી અને થોડા દિવસ માટે ટોળકીની સાગરિત મહિલાને પત્ની તરીકે રાખતી અને પછી યુવકોને અપહરણ સહિતના ગુનામાં ફીટ કરવાની ધમકી આપી વધુ રુપિયા આ ટોળકી પડાવતી હતી.

લગ્ને લગ્ને કુંવારી યુવતી સહીત છ લોકોની ટોળકી દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાંસણીટેલ ગામે રહેતા એક પટેલ યુવાન સાથે લગ્ન કરવાના બહાને છ શખ્સોએ ભેગા મળીને કુલ ૪૦ હજાર રૂપિયા લઈને લગ્ન નહીં કરી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરતાં વીરસદ પોલીસે ગુનો દાખલકરીને ૪ની ધરપકડ કરી છે. મહત્વ ની વાત એ છે કે આ ટોળકી દ્વારા કુંવારા યુવકો ને ફસાવી નાણાં પડાવવામાં આવતા હતા.

લગ્ન કરાવવાનું  કહી રૂ.20હજાર પડાવ્યા

કાંધરોટી ખાતે રહેતા સુરેશભાઈ રમણભાઈ પરમારના સંપર્કમાં આવેલા વાંસણીટેલ ગામના નરેશભાઈ કનુભાઈ પટેલને લગ્ન કરવા માટે આણંદ નજીક આવેલા વડોદ ગામની સોનલ ઉર્ફે અંજના ઉર્ફે ભુરી પુનમભાઈ પરમાર નામની યુવતી બતાવી હતી અને ગત તારીખ ૬ઠ્ઠી તારીખના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ જે પેટે ૨૦ હજાર રૂપિયા લીધા હતા.ત્યારબાદ ૧૩મી તારીખે કાંધરોટી ગામે ફુલહારવિધિ કરવાનું નક્કી કરીને તમામ શખ્સો એકત્ર થયા હતા. જ્યાં બાધા પૂરી ના થાય ત્યાં સુધી લગ્ન નહીં થઈ શકે, તેમ જણાવીને બીજા વીસ હજારની માંગણી કરવામાં આવી હતી. જે પણ નરેશભાઈ દ્વારા આપવામાં આવ્યા હતા.ત્યારબાદ લગ્ન ફોક કરી નાંખ્યા હતા.

કેવી રીતે કરતા હતા બ્લેક મેઇલ જાણો

જેમાં યુવતી નો પતિ તેનો ભાઈ બનતો હતો અને એકવાર નાણાં મળી જાય પછી તે પોતાને યુવતી ના પતિ તરીકે ઓળખ આપી યુવતીના અપહરણ અને ખોટી રીતે લગ્ન કર્યા હોવાની ધમકીઓ આપી વધુ નાણાં પડાવતો હતો જેનો વિરસદ પોલીસે પર્દાફાશ કર્યો છે.

ફરિયાદ કરતા ચારની અટકાયત,બે ફરાર
જેથી છેતરાયેલા નરેશભાઈએ વીરસદ પોલીસ મથકે આવીને સુરેશભાઈ રમણભાઈ પરમાર (કાંધરોટી), વિષ્ણુભાઈ પલોલવાળો, સોનલ ઉર્ફે અંજના ઉર્ફે ભુરી પુનમભાઈ પરમાર (વડોદ), પુનમભાઈ ઝવરભાઈ પરમાર (વડોદ), ધર્મેન્દ્ર ઉર્ફે લાલો રમણભાઈ ચૌહાણ (ડભાસી)તથા રાજેન્દ્રભાઈ ફુલાભાઈ પટેલ (મહેળાવ)વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ચાર આરોપી ની અટકાયત કરી છે જયારે બે ફરાર આરોપીઓ ની અટકાયત માટે ચક્રો ગતિમાન કર્યા છે.
First published: April 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर