આણંદ: કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે, કલાકો બાદ મેળવાયો કાબૂ

આણંદ: કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે, કલાકો બાદ મેળવાયો કાબૂ
કલાકોની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં આવી છે.

કલાકોની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં આવી છે.

 • Share this:
  ખંભાત : આણંદ (Anand) જિલ્લાનાં ખંભાત તાલુકાનાં કલમસર જીઆઈડીસીમાં (Kalamsar GIDC) આવેલી જય કેમિકલ કંપનીમાં  (Jay Chemical company) શનિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર ફાઇટરની 15 ગાડીઓ ત્યાં પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. આ આગ મોડી રાતે લાગી જેના કારણે સદનસીબે કોઇ માણસ ફેક્ટરીની અંદર ન હતુ જેને કારણે જાન હાની નથી થઇ. પરંતુ આ ફેક્ટરીમાં મોટાભાગે બધું બળીને ખાખ થતાં ઘણું જ નુકસાન થયું છે. આ આગ કયા કારણોસર લાગી તે પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

  જાણકારી પ્રમાણે આણંદ જિલ્લાનાં કલમસર જીઆઈડીસીમાં આવેલી જય કેમિકલ કંપનીમાં શનિવારે મોડી રાતે ભીષણ આગ લાગી હતી.

  આ એક કેમિકલ ફેક્ટરી હતી જેના કારણે આગ થોડા જ સમયમાં આખી ફેક્ટરીમાં ફેલાઇ હતી. આ આગ આસપાસ આવેલા વિસ્તારોમાં ન ફેલાય તે માટે નજીકનાં વિસ્તારો પણ મોડી રાતે જ ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. આ આગની તીવ્રતાને જોતા કલમસર ગામનો રહેણાંક વિસ્તાર તેમજ જહાંગીરપુરા પંડોલીયા પુરા બાજીપૂરા જેતપુરા વિસ્તારો ખાલી કરાયા હતા.  આ આગ રાતે લાગી હોવાને કારણે ફેક્ટરીમાં કોઇ વ્યક્તિ હાજર ન હતું જેથી હજી સુધી કોઇ જાનહાનીનાં સમાચાર મળ્યાં નથી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે દૂર દૂરથી આ આગને જોઇ શકાતી હતી.

  આ પણ વાંચો - પાવાપુરી પાપલીલા કેસ : જૈન મુનિએ સામે વધુ એક મહિલાએ શારીરિક છેડછાડનું નિવેદન આપ્યું

  આ પણ જુઓ - 

  મોડી રાતે લાગેગી ભીષણ આગને કાબૂમાં લેવા ખંભાત પાલિકા અને ઓએનજીસી તેમજ બોરસદ, આણંદ, પેટલાદના 15 જેટલા ફાયર ફાઇટર જય કેમિકલ કંપનીમાં પહોંચ્યા હતા. કલાકોની જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:June 28, 2020, 07:35 am

  ટૉપ ન્યૂઝ