PMના આગમન પહેલા વિવાદઃ અમૂલના વાઇસ ચેરમેન અને ડિરેક્ટરો કાર્યક્રમનો કરશે બહિષ્કાર!

News18 Gujarati
Updated: September 30, 2018, 8:05 AM IST
PMના આગમન પહેલા વિવાદઃ અમૂલના વાઇસ ચેરમેન અને ડિરેક્ટરો કાર્યક્રમનો કરશે બહિષ્કાર!

  • Share this:
ઘનશ્યામ પટેલ, આણંદ

પીએમ મોદી અમૂલના ચોકલેટ પ્લાન્ટના ઉદ્ધાટન માટે આવે તેના એક દિવસ અગાઉ જ અમુલનો આંતરિક કલેહ સામે આવી રહ્યો છે. પીએમ મોદીના કાર્યક્રમનો અમુલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર કરશે બહિષ્કાર અન્ય ડિરેક્ટરો પણ કાર્યક્રમમાં ગેરહાજર રહે તેવી પુરી શક્યતા છે. તેમનો આક્ષેપ છે કે, આ કાર્યક્રમ અમુલનો નહિ પણ ભાજપનો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના મોગર સ્થિત અમુલ ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, ત્યારે અમુલનો આંતરિક કલેહ છાપરે ચઢી પોકારી રહ્યો છે. પીએમના આગમન પહેલાજ અમુલના વાઇસ ચેરમેને કાર્યક્રમનો બહિષ્કાર કરતા સહકારી ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે. તેમણે આ કાર્યક્રમ અમુલનો નહી પરંતુ ભાજપનો હોવાનો આક્ષેપ કર્યો છે. રાજેન્દ્ર સિંહ પરમાર સહીત અન્ય ડિરેક્ટરો પણ આ કાર્યક્રમમાં ગેરહાજર રહે તેવી શક્યતાઓ પણ નકારી શકાય નહી.

અમુલ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પીએમ આવે તેનો કોઈ વિરોધ નથી, પરંતુ અમુલમાં રાજકારણ પ્રવેશ્યું છે તેનો વિરોધ છે. સભાસ્થળ હોય કે ચોકલેટ પ્લાન્ટ તેનું ભગવાકરણ થયું છે. જેથી આ કાર્યક્રમ અમને અમૂલનો નહી પરંતુ ભાજપનો હોય તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે આણંદના મોગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમૂલ ડેરીના રૂપિયા 1120 કરોડના વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. અમૂલના આ નૂતન પ્રોજેકટોથી રાજયના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1500 કરોડની વધુ આવક થશે. વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા સહિત જિલ્લા બહારની પોલીસને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે સવારે ૯-૩૦ કલાકે અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ અમુલના અત્યાધુનિક નવનિર્મિત ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરી ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લેશે. ત્યારબાદ અહીં એક રેલીને પણ મોદી સંબોધન કરશે. સંબોધન કર્યા બાદ તેઓ કચ્છના અંજાર અને ત્યાંથી રાજકોટ જશે.આણંદ સ્થિત અમૂલ ડેરીમાં રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, તથા રૂપિયા ૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટ, ઘી અને માખણ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂપિયા ૨૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પીએમ મોદી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્કુબેશન સેન્ટર-કમ-સેન્ટર ઓફ એકસલન્સ ઇન ફુડ પ્રોસેસીંગ ફોર પ્રમોટીંગ એન્ટરપ્રિનોયર્સ એન્ડ સ્ટાર્ટ અપનું ઉદ્દઘાટન કરશે. તેમજ અમુલ ડેરી દ્વારા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે અમૂલ મિલ્ક પ્રોસેસીંગ, વિસ્તરણ, પેકેજીંગ, બટર મેન્યુફેકચરીંગ તથા રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે ખાત્રજ ખાતે અમૂલ ચીઝ પ્લાન્ટ, પશ્ચિમ બંગાળના કોલકત્તા ખાતે રોજના ૧૫ લાખ લીટર દૂધની ક્ષમતા ધરાવતા રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા પ્લાન્ટનો શિલાન્યાસ સભા મંડપ ખાતેથી પીએમ મોદીના હસ્તે સ્ટેજ પરથી કરાશે.
First published: September 29, 2018
વધુ વાંચો
अगली ख़बर