Home /News /madhya-gujarat /દિકરો પરત જોઇતો હોય તો રૂ. 2 કરોડ આપઃઉદ્યોગપતિના પુત્રનું અપહરણ

દિકરો પરત જોઇતો હોય તો રૂ. 2 કરોડ આપઃઉદ્યોગપતિના પુત્રનું અપહરણ

આણંદ :આસોદરમાં ટાઇલ્સ સાથે સંકળાયેલ એક વેપારી ના દીકરાનું શુક્રવારે બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી રૂપિયા 2 કરોડ ખંડણી મંગાતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. પોલીસે અપહરણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

  • Pradesh18
  • Last Updated :
    આણંદ :આસોદરમાં ટાઇલ્સ સાથે સંકળાયેલ એક વેપારી ના દીકરાનું  શુક્રવારે બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી રૂપિયા 2 કરોડ  ખંડણી મંગાતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. પોલીસે અપહરણ ગુનો નોંધી વધુ તપાસ  હાથ ધરી છે 

    આસોદર ગામમાં રહેતા અને આસોદર ચોકડી પાસે મોટાપાયે ટાઇલ્સ ના વેપાર સાથે સંકળાયેલ  એક્લવ્યભાઈ પટેલના 28 વર્ષીય પુત્ર  જયમીન પટેલ ગઈકાલે બપોરે પોતાના પિતાને કામ અર્થે આણંદ  જઈ રહ્યો હોવાની વાત જણાવી દુકાનેથી પોતાની કાર  લઇ નીકળ્યો હતો પરંતુ  સાંજ સુધી જયમીનનો તેના પિતા સાથે સંપર્કઃ ન થતા અને તેના પિતા દ્વારા સતત ફોન કરવામાં આવતા હોવા છતાં જયમીન દ્વારા કોઈ પ્રત્યુત્તર ન આપવામાં આવતા જયમીનનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

    અને આ જ સમયે સાંજે પાંચ વાગ્યા ના અરસામાં જયમીનના પિતા પર ફોન આવ્યો હતો અને ધમકી આપવામાં પુત્ર પરત જોઈતો હોય તો 2 કરોડની ખંડણી આપવી પડશે ,જેથી જયમીન ના પિતા એ સમગ્ર મામલાની આંકલાવ પોલીસ મથકે મોડી  રાત્રે ફરિયાદ આપતા પોલીસે જયમીન ના પિતાની ફરિયાદ લઇ અપહરણકારો ને ઝડપી પાડવા તપાસ  હાથ ધરી છે.  

    અપહરણ ના આ કેશ માં આંકલાવ પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. ગઈકાલે બપોર ના સમયે આણંદ જવાનું કહી નીકળેલા જયમીનની કાર  આસોદર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જયમીનનો મોબાઈલ પણ કારમાંથી મળી આવતા પોલીસે મોડી રાત્રે કાર  અને મોબાઈલ જપ્ત કરી જયમીનના પિતા પર આવેલ ફોન નંબર ન તપાસ  હાથ ધરી છે.

    First published:

    Tags: આણંદ, ક્રાઇમ, ગુનો

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો