Home /News /madhya-gujarat /

આણંદઃદેવું ભરપાઇ કરવા મકાન માલિકના પુત્રની અપહરણ બાદ ભાડુઆતોએ જ હત્યા કરી

આણંદઃદેવું ભરપાઇ કરવા મકાન માલિકના પુત્રની અપહરણ બાદ ભાડુઆતોએ જ હત્યા કરી

આણંદઃઆણંદના આસોદરના વેપારીએકલવ્ય પટેલના 28 વર્ષના પુત્ર જયમીન પટેલની અપહરણ બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. જો કે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.મકાન માલિકના પુત્રનું 4 ભાડૂઆતે અપહરણ કરી રૂ.2 કરોડની ખંડણી માગી હતી. અને જયમીનની હત્યા કરી નાખી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
આણંદઃઆણંદના આસોદરના વેપારીએકલવ્ય પટેલના 28 વર્ષના પુત્ર જયમીન પટેલની અપહરણ બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. જો કે હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે.મકાન માલિકના પુત્રનું 4 ભાડૂઆતે અપહરણ કરી રૂ.2 કરોડની ખંડણી માગી હતી. અને જયમીનની હત્યા કરી નાખી હતી.

and aaropi

ભાડૂઆત પર રૂ.20 લાખનું દેવું થઈ જતા અપહરણની ઘટનાને અંજામ આપ્યો હતો.અપહ્યત યુવાનને નવસારી લઈ જઈ હત્યા કરી મૃતદેહને સળગાવી દેવાયો હતો.અપહરણ-હત્યાના આરોપીઓ ભાગી જાય તે પહેલા આણંદ પોલીસના સકંજામાં આવી ગયા છે.આરોપી 18થી 20 વર્ષના 3 યુવક અને એક મહિલાની ધરપકડ કરાઇ છે.આરોપી મહિલા પણ મકાન માલિકના મકાનમાં સાડીનો શૉ-રૂમ ધરાવતી હતી.
આસોદર ગામમાં રહેતા અને આસોદર ચોકડી પાસે મોટાપાયે ટાઇલ્સ ના વેપાર સાથે સંકળાયેલ  એક્લવ્યભાઈ પટેલના 28 વર્ષીય પુત્ર  જયમીન પટેલ ગઈકાલે બપોરે પોતાના પિતાને કામ અર્થે આણંદ  જઈ રહ્યો હોવાની વાત જણાવી દુકાનેથી પોતાની કાર  લઇ નીકળ્યો હતો પરંતુ  સાંજ સુધી જયમીનનો તેના પિતા સાથે સંપર્કઃ ન થતા અને તેના પિતા દ્વારા સતત ફોન કરવામાં આવતા હોવા છતાં જયમીન દ્વારા કોઈ પ્રત્યુત્તર ન આપવામાં આવતા જયમીનનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

અને આ જ સમયે સાંજે પાંચ વાગ્યા ના અરસામાં જયમીનના પિતા પર ફોન આવ્યો હતો અને ધમકી આપવામાં પુત્ર પરત જોઈતો હોય તો 2 કરોડની ખંડણી આપવી પડશે ,જેથી જયમીન ના પિતા એ સમગ્ર મામલાની આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જયમીન ના પિતાની ફરિયાદ લઇ અપહરણકારો ને ઝડપી પાડવા તપાસ  હાથ ધરી છે.

અપહરણ ના આ કેશ માં આંકલાવ પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. ગઈકાલે બપોર ના સમયે આણંદ જવાનું કહી નીકળેલા જયમીનની કાર  આસોદર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જયમીનનો મોબાઈલ પણ કારમાંથી મળી આવતા પોલીસે મોડી રાત્રે કાર  અને મોબાઈલ જપ્ત કરી જયમીનના પિતા પર આવેલ ફોન નંબર ન તપાસ  હાથ ધરી છે. જો કે અંતે હત્યારાઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી.

મૃતક યુવક જયમીનના પિતાના આસોદર ખાતે આવેલા કોમ્પલેક્ષમાં અજયસિંહ વાઘેલાના બેન-બનેવી હિતેન્દ્રસિંહ જાડેજા અને તેના પત્ની હિરલબેન સાડીની દુકાન ધરાવે છે. તેમને ધંધામાં રૂા. 15 લાખનું દેવું થઈ ગયું હતું. જૈમિનના પિતાની આર્થિક સ્થિતિ સારી હોઈ પત્ની, સાળા અને સાળાના મિત્ર સાથે મળી અપહરણ કર્યું હોવાની કબુલાત કરી હતી. અજયસિંહ ઉર્ફે સાગર ગોપાલસિંગ વાઘેલા (રહે. વડોદરા) અને હર્ષદ ઉર્ફે ભાણુભા ઉર્ફે હર્ષરાજ અશોકભાઈ ગઢાદરા (રહે. ભાવનગર)ની પોલીસે સઘન પૂછપરછ કરતાં બંને યુવકો ભાંગી પડ્યા હતા અને તેમણે અપહરણ કરાયેલા યુવક જયમીન પટેલને લિમ્કામાં ઊંઘની ગોળીઓ પીવડાવી દઈ ગળેટૂંપો આપી હત્યા કરી તેના મૃતદેહને વાંસદા પાસે સળગાવી દીધી હોવાની કબુલાત કરી હતી.

First published:

Tags: આસોદર હત્યા, ક્રાઇમ, જયમીન અપહરણ હત્યા કેસ, દેવું

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन