ધન્ય છે આણંદની મા-દીકરીને! એક જ હૉસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવી અનેકને સારવાર આપી

News18 Gujarati
Updated: May 12, 2020, 4:16 PM IST
ધન્ય છે આણંદની મા-દીકરીને! એક જ હૉસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવી અનેકને સારવાર આપી
આણંદ જનરલ હૉસ્પિટલમાં ફરજ બજાવતી દીકરી-માતા.

નર્સીસ ડૅ : આણંદમાં માતા-દીકરીએ નર્સ તરીકે એક સ્થળે જ ફરજ બજાવીને સંખ્યાબંધ દર્દીઓની સારવાર કરી.

  • Share this:
ગાંધીનગર : હાલ કોરોનાની મહામારી (Coronavirus)ને કારણે તમામ લોકો પરેશાન છે. કોરોનાની મહામારી વચ્ચે "કોરોના વોરિયર્સ" (Corona Warriors) પોતાનો જીવ જોખમમાં મૂકીને ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે આણંદની નજરલ હૉસ્પિટલ (Anand General Hospital)માં એક માતા અને તેની દીકરી પણ નર્સ (Nurse) તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. માતા અને દીકરી એક જ હૉસ્પિટલમાં હોય અને તે પણ કોરોનાના દર્દીઓ (Corona Patiendt)ની સારવાર કરી રહ્યા હોય તેવો આ કદાચ પ્રથમ બનાવ છે. બીજી તરફ આજે આતંરરાષ્ટ્રીય નર્સિસ ડૅ પણ છે ત્યારે આ માતા-દીકરીને દિલથી સલામ!

''આંતરરાષ્ટ્રીય નર્સીસ ડૅ (આઇએનડી)'', દર વર્ષે 12મી મેનો દિવસ આજીવન સેવાકાર્યોમાં વિતાવનાર અગ્રણી મહિલા ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આગામી આખું સપ્તાહ નર્સિંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવનાર છે તે વેળા હાલની કોરોનાની પરિસ્થિતિમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે નર્સિંગ સ્ટાફની કામગીરી અને તેમના પ્રત્યનો આદરભાવ બેવડાય તે સ્વાભાવિક છે.

સંવેદનશીલ તથા કાળજીપૂર્વકનો મીઠો વ્યવહાર કરતી વ્યક્તિ તરીકેનું નર્સનું નિરૂપણ હંમેશાથી થતું આવ્યું છે. અપ્રતિમ સેવા થકી સંખ્યાબંધ લોકોને સજા થવામાં મદદરૂપ થનારી નર્સ માતા-પુત્રીની આજે વાત કરવી છે. બંને માતા-પુત્રી "કોરોના વૉરિયર્સ" તરીકે આણંદ જનરલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. આ બંને અત્યાર સુધીમાં 300થી વધુ દર્દીઓને સારવાર અને હૂંફ આપી સાજા થવામાં મદદ કરી છે.

આ પણ વાંચો : મહિલાઓનો 'રોટીયજ્ઞ' : દરરોજ 1,50,000 રોટલી એકઠી કરી હજારો શ્રમિકોને આપે છે 'ટાઢો છાંયડો'

માતા મીનાબેન વાળંદ આરોગ્ય વિભાગમાં છેલ્લા ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે, અને હજારો દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે. હાલ તેમની દીકરી મીરા રોનક શર્મા પણ આણંદ જનરલ હૉસ્પિટલ આણંદ ખાતે નર્સ અને સેવા આપી રહી છે. માતા દીકરી બંને કોરોના વાઇરસની મહામારીમાં એક જ સ્થળે સેવામાં ભેગા થયા અને હાલ કામ કરી રહ્યા છે એવું કદાચ પહેલીવાર બની રહ્યું છે. માતા અને દીકરી બંને આઇસોલેશન વોર્ડમાં સેવા આપી રહ્યા છે.

મીનાબેનનો પુત્ર શારીરિક, માનસિક રીતે અસક્ષમ હોવા છતાં ઘરે તેને પતીની દેખરેખમાં મૂકીએ તેઓ સતત ફરજ ઉપર નિષ્ઠાથી સેવા આપી રહ્યાં છે. આણંદ જનરલ હૉસ્પિટલમાંથી કોરોના વાઇરસગ્રસ્ત ઘણા દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે ગયા છે. માતા-દીકરી અને સમગ્ર હૉસ્પિટલના તબીબો, અને કર્મચારીને આ વાતનો ખૂબ આનંદ છે.
First published: May 12, 2020, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading