આણંદમાં રખડતા ઢોરોનો આતંક: હાઇકોર્ટે પાલિકાને કડક સૂચના આપી માંગ્યો જવાબ

આણંદમાં રખડતા ઢોરોનો આતંક: હાઇકોર્ટે પાલિકાને કડક સૂચના આપી માંગ્યો જવાબ
ફાઈલ ફોટો

રખડતાં ઢોરોની સમસ્યા અંગે પાલિકાના ઉદાસીન વલણ મામલે પાલિકાને હાઈકોર્ટનું તેડું આવતા ખળભળાટી મચી જવા પામી છે

 • Share this:
  સંજય જોશી, અમદાવાદ: રાજ્યના તમામ શહેરોમાં રકડતા ઢોરોના આતંકથી શહેરીજનો ત્રાહિમામ પોકારી જાય છે, આજ રીતે આણંદ શહેરના રાજમાર્ગો ઉપર પણ રખડતાં ઢોરોની સમસ્યા અંગે એક અરજદાર દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરાતા હાઈકોર્ટ દ્વારા આણંદ પાલિકાને રખડતા ઢોરોના નિયંત્રણ મામલે કરવામાં આવેલ કાર્યવાહીના રીપોર્ટ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

  શહેરના રાજમાર્ગો ઉપર વકરેલ રખડતાં ઢોરોની સમસ્યા અંગે પાલિકાના ઉદાસીન વલણ મામલે પાલિકાને હાઈકોર્ટનું તેડું આવતા ખળભળાટી મચી જવા પામી છે. પાલિકાએ શહેરમાં રખડતા ઢોરના નિયંત્રણ મામલે કરેલી કાર્યવાહીના રિપોર્ટ સાથે સુનાવણીમાં હાજર રહેવા હુકમ કરાયો.  વધુમાં મળતી વિગતો મુજબ આણંદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોની સમસ્યા વકરી છે. તેમાંય ખાસ કરીને ચોમાસા દરમ્યાન સવાર તેમજ સાંજના સુમારે રખડતા પશુઓ જાહેર માર્ગ ઉપર અડ્ડીંગો જમાવી ટોળે વળી બેસી જતા હોય છે. જેને લઈ અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આ અંગે જાગૃતો દ્વારા પાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, પાલિકા તંત્રના ઉદાસીન વલણને લઈને આણંદ શહેરના નગીનભાઈ અંબાલાલ પટેલ દ્વારા આ સમસ્યા મામલે હાઈકોર્ટમાં રીટ દાખલ કરાઈ હતી.

  આ મામલે આગામી તારીખ 19 નવેમ્બરના રોજ સુનાવણીમાં આણંદ પાલિકાને રખડતા ઢોર નિયંત્રણ મામલે કરવામાં આવેલ કાર્યવાહીનો રિપોર્ટ લઈ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. રખડતા ઢોર મામલે કલેકટરનાં માર્ગદર્શન હેઠળ પાલિકાએ કમિટી બનાવીને કરેલ કામગીરીનો રિપોર્ટ રજૂ કરવા ચીફ ઓફિસર આણંદને હાઇકોર્ટનું તેડું આવ્યું છે.
  Published by:kiran mehta
  First published:November 16, 2019, 21:59 pm

  ટૉપ ન્યૂઝ