Home /News /madhya-gujarat /

પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયેલા સ્નેફર્ડ ડોગની માવજત માટે પ્રથમવાર આ શહેરમાં શરૂ થઈ હોસ્ટેલ

પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયેલા સ્નેફર્ડ ડોગની માવજત માટે પ્રથમવાર આ શહેરમાં શરૂ થઈ હોસ્ટેલ

બહાદુર

બહાદુર સ્નેફર્ડ ડોગ સાથે વિતાવો સમય અને જાણો તેમની બહાદુરી ના કિસ્સાઓ.

પોલીસ વિભાગ ને ગુનાઓ ને ડિટેકટ કરવામાં અતિ મદદ રૂપ થતા શ્વાન ને આપણે ઘણી વાર કામ કરતા જોયા છે, જ્યારે પણ કોઈ એવો ગુનો બને છે. જે જેમાં 

    આણંદ:  પોલીસ વિભાગને ગુનાઓને ડિટેકટ કરવામાં અતિ મદદ રૂપ થતા સ્નેફર્ડ શ્વાન ને આપે ઘણી વાર કામ કરતા રૂબરૂ કે વીડિયો અથવા સિનેમામાં જોયા જ હશે, જ્યારે પણ કોઈ એવો ગુનો બને છે કે જે જેમાં ગુનો કરનારનું પગેરું પકડવા માટે મોટે ભાગે પોલીસ સ્નેફર્ડ ડોગનો ઉપયોગ કરતી હોય છે,સામાન્ય રીતે શ્વાન માં રહેલી સૂંઘવાની શક્તિ ને કારણે પોલીસ દ્વારા વિશેષ પ્રજાતિ ના શ્વાન નો પૂરતી તાલીમ આપી ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમાં લેબરાડોગ અને જર્મન સ્નેફર્ડ પ્રજાતિ ના શ્વાન અતિ પ્રચલિત બની છે.

    પોલીસ માં ફરજ બજાવતા આ અતિ હોશિયાર શ્વાન ની પણ પોલીસ ના જવાનો ની જેમ મહેકમ આધારિત ભરતી કરવામાં આવતી હોય છે. અને તેમને પણ અધિકારી ના રેન્ક આપવામાં આવતા હોય છે જે નિયત વય મર્યાદા માં ફરજ બજાવ્યા બાદ નિવૃતી પામતા હોય છે, જે નિવૃત્તિ બાદ ની જિંદગી શાંતિ અને સલામતી સભર વાતાવરણ માં વ્યતીત કરે તેમાટે આવા નિવૃત સ્નેફર્ડ ડોગ ની સારસંભાળ રાખવા માટે આણંદ ના પોલીસ મુખ્યાલય પાસે દેશ ની બીજી અને પોલીસ ખાતા ની પહેલી રિટાયર્ડ ડોગ કેનાલ (હોસ્ટેલ)(ઓલ્ડએજહોમ ફોર ડોગ) શરૂ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: આજે Cyclone Jawad મચાવી શકે છે કહેર! ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

    આણંદ ના આ વિશેષ પ્રકાર માં કેન્દ્ર માં નિવૃત્તિ પામેલા પોલીસ વિભાગ ના શ્વાન ને આરામ વ્યાયામ અને પોષણ ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવીછે, હાલ આ કેન્દ્ર પર અગિયાર જેટલા નિવૃત શ્વાન ને કાળજી પૂર્વક રાખવામાં આવ્યા છે,જેમની સાથે હવે સામાન્ય વ્યક્તિઓ જે ને શ્વાન સાથે સમય વિતાવવો પસન્દ હોય તેવા લોકો માટે ખાસ આયોજન સાથે અઠવાડિયા માં અંતિમ બે દિવસ માં સામાન્ય લોકો માટે આ શ્વાન સાથે સમય પસાર કરવા ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

    આ કેન્દ્ર પર હાલ 11 જેટલા નિવૃત સ્નેફર્ડ ડોગ ને રાખવામાં આવ્યા છે જેમાં થી 7 ડોગ લેબરાડોર પ્રજાતિ ના છે જ્યારે 4 ડોગ જર્મન સર્ફડ પ્રજાતિ ના છે આ બહાદુર શ્વાન ને તેમની ઉત્કૃષ્ટ અને બહાદુરી ભરી કારકિર્દી દરમિયાન તેમણે ઘણા ઇનામ અને મેડલ મળેલી છે,જેમાં પાલનપુર માં ફરજ બજાવતી શીશી નામની લેબરાડોર પ્રજાતિ ની સ્નેફર્ડ ડોગ અધિકારી ને સૌથી વધુ મેડલ અને ઇનામ મળેલ છે જે આ કેનલ માં સૌથી વધારે આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે.

    આ પણ વાંચો: અમદાવાદ : શરદી, ખાંસી અને તાવની બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો, જાણો શું સાવધાની રાખવી

    પ્રથમ દિવસે આ શ્વાન સાથે સમય વિતાવવા માટે પ્રાણી પ્રેમી સંસ્થાઓ અને શાળા ના બાળકો આવ્યા હતા સાથે આ કાર્યક્રમ ને જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યન સાથે જિલ્લા સાંસદ મિતેષ પટેલ (બકાભાઈ) નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ સહિત પોલીસવિભાગ ના આધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સાંસદ મિતેશ પટેલ દ્વારા આણંદ જિલ્લાના પોલીસ વડાની આ કામગીરી ની પ્રશંસા કરી ને તેમને 25000 રૂપિયા નો ચેક આપી ને કામગીરી ને બિરદાવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Aanand, આણંદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन