અમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી

અમૂલ - GCMMFનાં ચેરમેન પદે શામળ પટેલ અને વાઇસ ચેરમેન પદે વાલજી હુંબલની વરણી
ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.

ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.

 • Share this:
  આણંદ : અમુલ (Amul)ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનાં (GCMMF) ચેરમેન પદે સાબર ડેરીનાં ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન પદે કચ્છ સરહદ ડેરીનાં ચેરમેન વાલમજીભાઈ હુંબલની વરણી કરવામાં આવી છે. અમૂલ સહિત રાજયની 18 ડેરીની દૂધનું પ્રોડકટનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો.ઓ.મિલ્ક ફેડરેશનની ચૂંટણી આજે ગુરૂવાર બપોરે ફેડરેશનની ઓફિસ આણંદ ખાતે યોજાઇ હતી.

  નોંધનીય છે કે, જીએમએમએફ સાથે જોડાયેલી 18 મંડળીમાંથી 17 મંડળીના ચેરમેન ભાજપ સમર્પિત છે. જેથી ગુરૂવાર બપોરે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે જેનું નામ મેન્ડેડમાં આવશે. તેની સર્વાનુમતે વરણી કરવામાં આવશે. આ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઇશ્વરભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી.  આ પણ વાંચો - PM મોદીએ કહ્યું, રોજ 1 લાખ માતા-બહેનોના માથેથી પાણીની મોટી ચિંતા દૂર કરી રહ્યા છીએ

  આ પણ જુઓ- 

  52 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ સૌથી મોટી સહકારી માર્કેટીંગ સંસ્થાના ચેરમેન પદ ઉપર શંકરભાઇ ચૌધરી, જેઠાભાઇ ભરવાડ અને રામસિંહ પરમાર નામ ચર્ચાઇ રહ્યાં હતા.
  Published by:Kaushal Pancholi
  First published:July 23, 2020, 12:43 pm

  ટૉપ ન્યૂઝ