રાજ્યનાં પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

રાજ્યનાં પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
ફાઇલ તસવીર

તેઓ વર્ષ 2014માં આણંદની ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમને રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગના મંત્રી બનાવાયા હતા

 • Share this:
  આણંદ: ગુજરાતનાં પૂર્વ ખાણખનીજ મંત્ર રોહિતભાઇ પટેલનું (Rohitbhai Patel) 74 વર્ષે મંગળવારે કરમસદ હૉસ્પિટલમાં (Karamsad Hospital) હાર્ટ એટેક (Heart attack) આવતા નિધન થયુ છે. તેઓ મિલસન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીનાં (Milcent Group of Industry) ચેરમેનના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટ કરીને શ્રદ્ઘાંજલિ પાઠવી છે. પૂર્વ ધારાસભ્યની અણધારી વિદાયથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી છે.

  તેઓ વર્ષ 2014માં આણંદની ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમને રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગના મંત્રી બનાવાયા હતા. તેઓ ત્રણ વર્ષ મંત્રીપદ પર રહ્યાં હતા.  ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર પ્રમાણે, મિલસેન્ટ ગ્રુપનાં સીઈઓ, એચ. એસ બરાડે જણાવ્યું છે કે, રોહિતભાઇ પટેલને ઓક્ટોબર મહિનામાં કોવિડ 19નું  (Coronavirus) સંક્રમણ થયુ હતું જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ બીમારીમાંથી તો સાજા થઇ ગયા હતા અને તેમને ગયા અઠવાડિયે જ ઘરે લાવવામાં આવ્યા હતા. તેમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થતા તેમના પરિવારે વિચાર્યુ હતું કે, તેઓ હૉસ્પિટલમાં જ રહે.

  માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે સોના-ચાંદીના સિક્કા બહાર પાડ્યા, દિવાળીએ અહીંથી ખરીદી શકો શકો છો

  Gujrat Bypoll Result : કૉંગ્રેસ હોય કે BJP આ 5 નેતાઓના સ્ટાર બંને પક્ષમાં ચમક્યા, કારણ છે ખાસ  રોહિતભાઇ પટેલનાં નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ પણ ટ્વિટ કરી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, 'ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રી રોહિતભાઇ પટેલના અવસાનથી દુ:ખ થયું. સામાજિક તથા ઔદ્યૌગિક ક્ષેત્રે એમનું યોગદાન સરાહનીય રહ્યું છે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...'

  નોંધનીય છે કે, રોહિતભાઇ પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. તેમણે લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને રહેવા, જમવાની વ્યવસ્થા કરી અને વતન પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:November 11, 2020, 07:22 am

  ટૉપ ન્યૂઝ