Home /News /madhya-gujarat /

વતન પ્રેમઃ દુનિયાભરમાંથી આણંદના આ ગામમાં ઉમટી પડે છે NRIs

વતન પ્રેમઃ દુનિયાભરમાંથી આણંદના આ ગામમાં ઉમટી પડે છે NRIs

અહીંથી શહેર તેમજ વિદેશમાં ગયેલા લોકો પોતાના જૂના સ્મરણોને અકબંધ રાખવા અને ગામ સાથે નાતો જાળવી રાખવા અનોખા દિવસની ઉજવણી કરે છે.

અહીંથી શહેર તેમજ વિદેશમાં ગયેલા લોકો પોતાના જૂના સ્મરણોને અકબંધ રાખવા અને ગામ સાથે નાતો જાળવી રાખવા અનોખા દિવસની ઉજવણી કરે છે.

    આણંદઃ એક તરફ લોકો રોજગારી મેળવવા ગામડામાંથી શહેર તરફ દોડ લગાવી રહ્યા છે ત્યારે બીજી તરફ આણંદના ધર્મજ ગામના લોકો અનોખો દિવસ ઉજવી રહ્યા છે. અહીંથી શહેર તેમજ વિદેશમાં ગયેલા લોકો પોતાના જૂના સ્મરણોને અકબંધ રાખવા અને ગામ સાથે નાતો જાળવી રાખવા અનોખા દિવસની ઉજવણી કરે છે.

    વતન માટેની અનેરો પ્રેમ ધરાવતા વિદેશમાં વસતા ધર્મજવાસીઓ મોટી સંખ્યામાં દર વર્ષે જાન્યુઆરીમાં ધર્મજ ખાતે ઉમટી પડે છે. દર વર્ષે ગામ લોકો એક સમિયાણા નીચે ભેગા થઇને અનોખી રીતે 'ધર્મજ ડે'ની ઉજવણી કરે છે.

    ધર્મજ ડેની ઉજવણીના સમિતિના પ્રણેતાઓમાં એક એવા રાજેશભાઇ પટેલે 2007થી 'ધર્મજ ડે’ની ઉજવણી શરૂઆત કરી હતી. જૂનથી ઓગસ્ટ દરમિયાન દેશ-પરદેશમાં રહેતા ધર્મજના 3,300 ઉપરાંત લોકોને વિવિધ માધ્યમો દ્વારા પત્રો પહોંચાડવામાં આવે છે. ધર્મજ ગામના વતનીઓને વર્ષમાં એક વખત વતનમાં લાવવાના તથા તેમની કાર્શશૈલી, સિદ્ધિઓને બિરદાવવાના હેતુથી ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવે છે. 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિના દિવસે આ દિવસ ઉજવાય છે.

    દર વર્ષની જેમ આ વર્ષે પણ 'ધર્મજ ડે’ની ઉજવણીમા કાર્યક્રર્મનું આયોજન જલારામ તીર્થ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધર્મજીવન નરેશભાઈ પટેલ (અમેરિકા) જ્યારે કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભાગ્યેશભાઈ જહા (જાણીતા સાહિત્યકાર, ગાંધીનગર)એ 'ચાલો જીવનને રિચાર્જ કરીએ’ના વિષય પર વ્યકતવ્ય આપ્યું હતું. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'બાર બાર દેખો' હાસ્ય રસિક ગુજરાતી નાટક પણ ભજવવામાં આવ્યું હતું. આ વર્ષે 12માં ધર્મજ ડે નિમિતે ધર્મજ રત્ન (મરણોતર) એવોર્ડ સ્વ. વિનુભાઈ પટેલ પૂર્વ જજ, નેરોબી (કેન્યા)ને આપવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ananad taluka, Dharmaj day, Foreigner, NRG, એનઆરઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन