Video: ખંભાતમાં કોરોનાના નિયમોના જાહેરમાં ધજાગરા! મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં

Video: ખંભાતમાં કોરોનાના નિયમોના જાહેરમાં ધજાગરા! મહોરમના જુલુસમાં 2,000થી વધુ લોકો ઉમટ્યાં
વીડિયોની તસવીર

આણંદ જિલ્લામાં લગભગ 900 જેટલા કેસ છે. જેમાં સૌથી વધારે કેસ ખંભાતમાં નોંધાયા છે.

  • Share this:
    જનક જાગીરદાર, આણંદઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસની (coronavirus) મહામારી ચાલી રહી છે. ત્યારે જાહેર સ્થળો ઉપર ભીડ એકઠી થવા ઉપર પ્રતિબંધ છે. તો બીજી તરફ આણંદના ખંભાતમાં (khambhat) મહારમ (Mahorram) નિમિત્તે જુલુસ નીકળ્યું હતું. જેમાં આશરે 2000થી વધારે લોકો એકત્રીત થયા હતા. ભીડ જોતા એવું લાગે છે કે લોકોને કોરોનાનો સહેજ પણ ભય લાગતો હોય એવું લાગતું નથી.

    વધુ મળતી માહિતી પ્રમઆણે ખંભાતના ત્રણ દરવાજા પાસે ઝુમ્મા મસ્જિદે મહોરમનું જુલુસ માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જોકે, ત્રણ દરવાજાથી ચીકારી બજાર વચ્ચે આશરે 2000થી વધારે લોકો એકઠાં થયા હતા.



    આણંદ જિલ્લાના એસપી અજીત રાજીયાણને જણાવ્યા પ્રમાણે ખંભાતમાં પરમિશન વગર જુલુસ કાઢનાર યુવકો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કોરોના સંબંધી જે પણ કલમો છે તે અંતર્ગત યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી હતી.

    આ પણ વાંચોઃ-યુવતી માસીના ઘરે રહેવા ગઈ અને અન્ય યુવતી સાથે થઈ ગયો પ્રેમ, બે વર્ષ બાદ આવ્યો રોમાંચક વળાંક

    આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર ડેમના તમામ 20 દરવાજા ખોલાયા, Videoમાં જુઓ અદભૂત નજારો

    આ પણ વાંચોઃ-જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! કોરોનાગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે જાણ થતાં પોલીસ તરત જ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને બધાને વિખેર્યા હતા અને યુવકોની ઓળખ કરવાની અને આગળની કાર્યવાહી હાથધરી છે.


    મહત્વનું છે કે આણંદ જિલ્લામાં લગભગ 900 જેટલા કેસ છે. જેમાં સૌથી વધારે કેસ ખંભાતમાં નોંધાયા છે. કોરોના સમયમાં આણંદ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું ચાલું અને અને 144ની કલમ પણ લાગું છે. જાહેર સ્થળોએ ભીડ ભેગી થવા પણ મનાઈ છે.
    Published by:ankit patel
    First published:August 30, 2020, 15:43 pm

    ટૉપ ન્યૂઝ