Home /News /madhya-gujarat /

સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ કાર્યક્રમ રહ્યો મોકૂફ, 16000 વિધાર્થીઓને મળવાની હતી પદવી

સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ કાર્યક્રમ રહ્યો મોકૂફ, 16000 વિધાર્થીઓને મળવાની હતી પદવી

Convocation

Convocation program of Sardar Patel University postponed.

સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૪મો વાર્ષિક પદવીદાન સમારંભ તારીખઃ ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧ ન રોજ યોજાનાર હતો જે હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે

    આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૪મો વાર્ષિક પદવીદાન સમારંભ તારીખ ૧૫મી ડિસેમ્બર ૨૦૨૧ ન રોજ યોજાનાર હતો જે હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. પદવીદાન સમારંભની નવી તારીખ યુનિવર્સિટી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે જેની તામામ વિદ્યાર્થીઓ ને જાણ કરવામાં આવી રહી છે.
    સરદાર પટેલ યુનિવર્સિટી જે આણંદ પાસે બનેલ દેશના પ્રથમ પ્લાન ટાઉન વલ્લભવિદ્યાનગર ખાતે તેની સ્થાપના ડિસેમ્બર 1955માં તત્કાલિન બોમ્બે પ્રાંતની વિધાનસભાના કાયદા દ્વારા કરવામાં આવી હતી અને ઓક્ટોબર 1968માં UGC એક્ટના 2(f) હેઠળ UGCને માન્યતા આપવામાં આવી હતી. ગ્રામીણ યુનિવર્સિટી પરંતુ હવે તે "ઉત્તમ બાબતો" ના સૂત્ર સાથે વૈવિધ્યસભર બની છે.

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં સરદાર ની યાદ માં 15 ડિસેમ્બર તેની સ્થાપના ના દિવસે પદવીદાન કાર્યક્રમ યોજાય છે,યુનિવર્સિટીના રજીસ્ટાર જ્યોતિ બેન ના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020-21 માં 64 મો પદવીદાન સમારંભ યોજાનાર હતો જે જિલ્લામાં ચાલતી ગ્રામપંચાયત ની ચૂંટણી ને લઈ આચારસંહિતા લાગુ હોય કાર્યક્રમ ની તારીખ મુલતવી રાખવામાં આવી છે, હાલ આગામી તારીખ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી,પરંતુ જલ્દી આગામી કાર્યક્રમ અંગે ની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો: મહેસાણાઃ માતાના પ્રેમીએ ખેલ્યો ખૂની ખેલ! યુવતીની હથોડી વડે હત્યા કરી સળગાવી, આરોપી ઝડપાયો

    ઉલ્લેખનીય છેકે વર્ષ 2021 માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં થી અંદાજિત 16000 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ પદવી પ્રાપ્ત કરવાના છે જેમાંથી ગ્રેડ આધારિત 12900 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે માર્ક આધારિત 4000 જેટલા વિદ્યાર્થીઓ ને પદવી મળવાની છે,જે યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ વિદ્યા શાખા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હશે.

    આ પણ વાંચો: વિદ્યાર્થી નેતાથી લઇને પ્રદેશ પ્રમુખ સુધી, આવી છે જગદીશ ઠાકોરની રાજકીય સફર

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની યુનિવર્સિટી સાયન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેન્ટર (USIC)સમગ્ર કાર્યક્રમનું સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસો માં વિધિવત રીતે જાહેર કરી કાર્યક્રમ માટે ની નવી તારીખો જાહેર કરવામાં આવશે, પ્રાપ્ત માહિતી મુજબ અગાવ પણ 2007 અને 2017 માં આજ પ્રકારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારંભ ની તરીખોમાં ફેરફાર કરવામાં આવી ચુક્યો છે,ત્યારે વર્ષ 2021 માં યોજાનાર પદવીદાન સમારંભ માં પણ તારીખ માં બદલાવ આવ્યો છે
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Anand, આણંદ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन