Home /News /madhya-gujarat /

Amul dairy 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીઃ કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહે શું કહ્યું?

Amul dairy 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીઃ કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહે શું કહ્યું?

અમુલના કાર્યક્રમમાં અમિત શાહ

Amit shah news: અમૂલ ડેરીએ પોતાના 75 વર્ષ પુરા (amul dairy 75th celebration) કર્યા છે. જેના પગલેની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના દૂધ ઉત્પાદકોનો આભાર (Union Home Minister and Co-operation Minister Amit Shah) માન્યો હતો.

વધુ જુઓ ...
    આણંદઃ અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે છે. (Amit shah Gujarat visit) આજે સરદાર પટેલ જન્મજ્યતીના (Sardar Patel Janmajayati) અવસરે કેવડિયામાં રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણીમાં (Celebration of National Unity Day in Kevadia) ભાગ લીધો હતો. ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે (Union Home Minister and Co-operation Minister Amit Shah) અમૂલ ડેરીના કાર્યક્રમમાં (Amul dairy) પણ ભાગ લીધો હતો. અમૂલ ડેરીએ પોતાના 75 વર્ષ પુરા કર્યા છે. જેના પગલેની ઉજવણી થઈ રહી છે. આ કાર્યક્રમમાં સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના દૂધ ઉત્પાદકોનો આભાર માન્યો હતો. આ પ્રંસગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર હતા.

    અમિત શાહે આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, 200 લિટર દૂધ એકત્ર કરવાની શરુઆતથી લઈને આજે ત્રણ મિલિયન દૂધ સુધી અમુલને પહોંચાડનારા નાનામાં નાની ગરીબ મહિલાથી લઇને મોટા પશુપાલકોનો આભાર માન્યો હતો. અમે નાના છીએ પરંતુ સંખ્યા મોટી છે. અને જ્યારે સંખ્યા એકઠી થાય ત્યારે શું થઈ શકે એ આજે અમૂલે કરી બતાવ્યું છે.

    કેન્દ્રીય સહકાર મંત્રીના હસ્તે પશુપાલક મહિલાઓનું, દૂધ મંડળીના પશુપાલક સભાસદો તથા 1 લાખ લીટર થી વધુ દૂધ જમા કરાવનાર પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું એવા લોકોમાંથી છું જેનું બેંક એકાઉન્ટ ફક્ત સહકારી બેન્કમાં જ છે. મારા માટે સૌભાગ્ય અને આનંદની વાત છે કે મને સહકાર મંત્રી બનાવ્યો.



    સહકારથી સમૃદ્ધિના સંકલ્પ સાથે આ મંત્રાલય કામ કરશે. આત્મ નિર્ભર ભારત અને 5 ટ્રીલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સહકાર વિભાગ કામ કરશે. મહિલા સશક્તિકરણ માટે કોઈ એક સંસ્થાએ સૌથી વધુ કામ કર્યું હોય તો એ અમુલ છે. 90% માહિલાઓને હમણાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પોલીસે મહિલાને પકડી, કારસ્તાન એવું કે પુરુષો પણ શરમાય, હકીકત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

    53 હજાર કરોડના ટર્નઓવર સુધી અમૂલ પહોંચી એમાં આ મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. ખેતીને આત્મ નિર્ભર બનાવવાનો સમય આવી ગયો છે. સહકાર ના માધ્યમથી ખેતી અને ખેડૂતોને અલગ રીતે જોવા પડશે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પણ તેમની પાસે માર્કેટ નથી, યોગ્ય પ્લેટફોર્મ નથી.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્ન વાંચ્છુક યુવકનું ભારે કારસ્તાન! મોબાઈલમાંથી મળ્યા યુવતીઓના 400થી વધુ સ્ક્રીન શોટ

    આપણી કોઈ સહકારી સંસ્થા આ કરી શકે તો તેનો લાભ ખેડૂતોને મળી શકે. મેં મારા મતક્ષેત્રમાં કેટલાક ખેડૂતો પાસે આ પ્રયોગ કરાવ્યો અને એના પરિણામ જોવા મળી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Aamit shah, Anand News, Gujarati News News, અમુલ ડેરી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन