કેબલ વોરના કારણે ચંદ્રેશ પટેલે 25લાખની સોપારી આપી હુમલો કરાવ્યો

કેબલ વોરના કારણે ચંદ્રેશ પટેલે 25લાખની સોપારી આપી હુમલો કરાવ્યો
અમદાવાદઃબોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ કેસમાં વધુ એક સોપારી આપનારને એડીએસ પકડી લાવી છે.ATSએ થાઈલેન્ડથી મુખ્ય આરોપી ચંદ્રેશ પટેલની ધરપકડ કરી છે. આજે વહેલી સવારે ચંદ્રેશને ATS લવાયો હતો. કેબલ વોરના કારણે ચંદ્રેશે હુમલો કરાવ્યાનું બહાર આવ્યું છે.

 • Share this:

  ચંદ્રેશે 25 લાખની સોપારી આપી હતી.ચંદ્રેશે સોપારીના 1.5 લાખ શ્યામગિરીને આપ્યા હતા.ફાયરિંગ મામલામાં અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરાઇ છે.બોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર ફાયરિંગ મામલો, કેબલ વોરના કારણે ચંદ્રેશે હુમલો કરાવ્યો હતો. ચંદ્રેશ પટેલે 25 લાખની ખંડણી આપી હતી.

  13 તારીખે બોરસદના કોર્પોરેટર પ્રજ્ઞેશ પટેલ પર 2 રાઉન્ડ ફાયરીંગ કરવામા આવ્યુ હતુ અને બાદમાં પ્રજ્ઞેશના ભાઈ સંકેત પર રવિ પુજારી ધ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હતી. અને તે અંગે ફરીયાદ નોધાઈ હતી. જેની તપાસ દરમીયાન કુલ 5 આરોપી ની ધરપકડ કરવામા આવી છે.અને તેનો મુખ્ય કાવતરા ખોર ચંદ્રેશ પટેલ ની થાઈલેન્ડ થી ધરપકડ કરી તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે.  આરોપી ચંદ્રેશ પટેલ અને કાઉન્સિલર ના ભાઈ સંકેત ને પહેલા થી જ કેબલ વોર ચાલતો હતો..દોઢ મહિના પેહલા સંકેત દ્વારા ચંદ્રેશ પર હુમલો કરવામાં આવ્યો હતો જેની અદાવત મા આ કાવતારું ચંદ્રેશએ રચ્યું હતું.

  ચંદ્રેશની પુછપરછ કરતા સામે આવ્યુ કે ફાયરીંગના 3 દિવસ પહેલા ટુર ઓપરેટર ધ્વારા 13 દિવસની ટુર પર ભાગી ગયો હતો. જેથી કરી તેની સંડોવણી બહાર ન આવે.  પરંતુ ATS ધ્વારા શાર્પસુટરની ધરપકડ કરાતા ચંદ્રેશ ની સંડોવણી સ્પષ્ટ થઈ હતી.  ત્યારે પ્રજ્ઞેશની હત્યા માટે આરોપીએ 15 દિવસ પહેલાં જ 1.50 લાખ રોકડા શ્યામ ગીરીને આપ્યા હતા અને ટોટલ 25 લાખની સોપારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ચંદર્શ પટેલ અને શ્યામગિરી બંને મિત્ર છે.શ્યામગીરી એ ચંદ્રેશ નો સંપર્ક રવિ પૂજારી સાથે કરાવ્યો હતો.

  ચંદ્રેશના રવિ પુજારી સાથેની સંપર્ક અંગે પુછપરછ કરતા તેણે કબુલાત કરી કે જ્યારે તે હત્યાના ગુનામા નડીયાદ જેલમા 5 વર્ષ સજા કાપી રહ્યો હતો ત્યારે તેનો સંપર્ક સુરેશ અન્ના અને શ્યામગિરી સાથે થયો હતો અને તેની મદદથી ચંદ્રેશે ફાયરીંગ કરાવ્યુ હતુ.  ત્યારે આ ગુનામા રવિ પુજારી સહીત કેટલાક આરોપી ફરાર છે.

  First published:January 27, 2017, 14:15 pm

  टॉप स्टोरीज