ખંભાતઃપાલિકાએ 300ટકા વધારો ઝીંકતા રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડ્યો

News18 Gujarati | Pradesh18
Updated: February 15, 2016, 2:14 PM IST
ખંભાતઃપાલિકાએ 300ટકા વધારો ઝીંકતા રોષે ભરાયેલા વેપારીઓએ બંધ પાડ્યો
આણંદઃ જિલ્લાના નવાબી નગરી તરીકે ઓળખાતા ખંભાતમાં નગરપાલિકા દ્વારા તમામ દુકાનદારો પર લાઇસન્સ ફી, નગર પાલિકાની મિલકતોના ભાડા જેવી ફીમાં વધારો કરતાં ખંભાતના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડી વિરોધ નોધાવ્યો હતો.પાલિકા સત્તાધીસો એ કોંગ્રસ દ્વારા વહેપારીઓ ને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરાયો છે.

  • Pradesh18
  • Last Updated: February 15, 2016, 2:14 PM IST
  • Share this:
આણંદઃ જિલ્લાના નવાબી નગરી તરીકે ઓળખાતા ખંભાતમાં નગરપાલિકા દ્વારા તમામ દુકાનદારો પર લાઇસન્સ ફી, નગર પાલિકાની મિલકતોના ભાડા જેવી ફીમાં વધારો કરતાં ખંભાતના તમામ વેપારીઓએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાડી વિરોધ નોધાવ્યો હતો.પાલિકા સત્તાધીસો એ કોંગ્રસ દ્વારા વહેપારીઓ ને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરાયો છે.

khambat

ખંભાત નગરપાલિકા દ્વારા એકાએક લાઈસન્સ ફી, ગુમાસ્તા ધારા ર્સિટફિકેટ, નામ કમી કરવું, વારસાઈ કરવી, નામ ટ્રાન્સફર તેમજ અન્ય ફીમાં વધારો કરતાં ખંભાતના શહેરીજનો તથા વેપારી વર્ગમાં ન.પા. સત્તાધીશો પરત્વે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક્ઝિક્યુટિવ કમિટીના ૩૪૧ નંબરના ઠરાવના અનુસંધાને ખંભાતના વેપારીઓ ન.પા.ના ભાડૂઆત છે. ખંભાત શોપિંગ સેન્ટરોમાં આવેલી દુકાનોની લાઈસન્સ ફીમાં ૨૦૦થી ૩૦૦ ટકાનો ભાવવધારો એકાએક ઝીંકાતા લોકોમાં રોષ પ્રવર્ત્યો છે.

ગુમાસ્તા ધારાની ફીમાં ૧૦ ગણો વધારો ખંભાત પાલિકાની હદમાં આવેલ મિલકતની વારસાઈમાં નામ ચઢાવવા તથા નામફેર કરવા માટે પણ પાંચથી દસ ગણો વધારો ઝીંકાતા ખંભાત વેપારી વર્ગ તથા કોંગ્રેસ દ્વારા ધરણાં, રેલી કાઢી સજ્જડ બંધ પાડ્યો હતો.

ઉપરાંત વેપારીઓ દ્વારા સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી ફી વધારાનો વિરોધ પ્રર્દિશત કરવામાં આવ્યો છે. આજે સવારે ૧૦થી ૪ વાગ્યા સુધી ગવારા ટાવર સામે વહેપારીઓ અને શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

આ અંગે નગર પાલિકાના યોગેશ ઉપાધ્યાય -એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન જણાવ્યા અનુસાર ન.પા. દ્વારા આપવામાં આવતી સગવો સામે ન.પા.ની આવક કરતાં ખર્ચ વધતાં આ ભાવવધારો કરાયો છે. જે જનહિત માટે તથા ન.પા.ના હિત માટે છે.તેવું તેઓ એ જણાવ્યું હતું અને કોગ્રેસ ધ્વારા ખોટા રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન છે હાલ કોગ્રેશ પાસે કોઈ મુદ્દો નથી.
First published: February 15, 2016, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading