BSF કોન્સ્ટેબલના દીકરાને અધધ રૂ.50 લાખનું પેકેજ, IRMAના ઈતિહાસમાં સૌથી મોટી ઓફર

News18 Gujarati
Updated: February 13, 2019, 11:16 AM IST
BSF કોન્સ્ટેબલના દીકરાને અધધ રૂ.50 લાખનું પેકેજ, IRMAના ઈતિહાસમાં સૌથી મોટી ઓફર
ઈરમાના સ્ટુડન્ટ અવિનાશ કાંબોજને તોલારામ ગ્રુપે 50 લાખનું પેકેજ ઓફર કર્યું છે.

અવિનાશના પિતા કુલજીત હરિયાણામાં બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે

  • Share this:
દેશની અગ્રેસર રૂરલ મેનેજમેન્ટ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)માં અભ્યાસ કરતાં અવિનાશ કાંબોજને રૂપિયા 50.31 લાખનું પેકેજ ઓફર થયું છે. અવિનાશના પિતા કુલજીત હરિયાણામાં બીએસએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અવિનાશને ઓફર થયેલું પેકેજ IRMA કેમ્પસમાં અપાયેલું અત્યાર સુધીનું સૌથી વધુ પેકેજ છે.

અવિનાશને ઓફર થયેલું પેકેજ ગત વર્ષના એટલે કે 2018ના સેલરી પેકેજ કરતાં 8 ટકા વધારે છે. 2018માં સૌથી વધુ સેલરી 46.50 લાખની ઓફર થઈ હતી.

2018માં IRMAના પ્લેસમેન્ટ વખતે હરિયાણાના જ વતનીને સૌથી વધુ સેલરી ઓફર થઈ હતી. નોંધનીય છે કે, IRMAની સ્થાપના દૂધક્રાંતિના પ્રણેતા સ્વ. ડૉ. વર્ગીસ કુરિયને 1979માં કરી હતી.

આફ્રિકામાં મોટા પાયે એગ્રિ-બિઝનેસ (ખેતીવિષયક) ધરાવતા તોલારામ ગ્રુપના સિંગાપુર હેડક્વાટરે ગયા વર્ષે પણ સૌથી વધુ સેલરી પેકેજ ઓફર કર્યું હતું.

પોતાને મળેલી ઓફરને લઈ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અવિનાશે જણાવ્યું કે, આ મારી પહેલી નોકરી છે એટલે 3-4 વર્ષ સુધી હું અનુભવ મેળવીશ ત્યારબાદ ઉદ્યોગજગતમાં પગ મૂકીશ.

ઉલ્લેખનીય છે કે, અવિનાશે સિરસામાં શિક્ષણ મેળવ્યું, હિસારમાં આવેલી ચૌધરી ચરણ સિંહ હરિયાણા એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચરમાં BSc કર્યા બાદ અવિનાશે IRMAમાં એડમિશન લીધું.
Loading...

અવિનાશની માતા સુનિતા રાણીએ જણાવ્યું કે, બીજા લોકોની જેમ મારી અહીં સુધીની સફર સરળ નહોતી. પરંતુ તકલીફો જ માણસને આગળ વધાવામાં મદદ કરે છે. અવિનાશની માતા હાઉસવાઈફ છે.
First published: February 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...